બાળકને બચાવવા માટે માતા શું ના કરી શકે છે ? આ વિડીયો જોઇને તમે ચોંકી જશો.

Share post

આ માએ વીજળી કરતા વધુ સ્પીડે પોતાના બાળકનો જીવ બચાવી લીધો. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ અને જોતજોતામાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ ગયો. આ વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, બાળક ચોથા માળની બાલ્કનીમાંથી નીચે પડવાનું હતું, ત્યાં તેની મમ્મીએ તેના પગ પકડીને તેનો જીવ બચાવી લીધો હતો.

આ ઘટના કોલમ્બિયાના મેડિલિનનો છે. CCTV ફુટેડમાં માતા અને બાળક લિફ્ટમાંથી બહાર નીકળે છે. મમ્મી જેવી પોતાના ફોન પર બિઝી થાય છે કે બાળક રેલિંગ પાસે પહોંચી જાય છે. રેલિંગમાં કોઈ ગ્રિલ નથી. ગ્રિલ પાસે પહોંચતા જ બાળક પોતાનું બેલેન્સ ગુમાવે છે અને બાળક લગભગ ઉપરથી નીચે પડવાનું જ હતું. ત્યાં તેની મમ્મીએ એક સેકન્ડ કરતા પણ ઓછાં સમયમાં બાળકના પગ પકડી લીધા. એટલું જ નહીં, બાળકને પકડ્યા બાદ તે પોતાના ફોનને પણ સાવધાનીપૂર્વક સાઈડ પર મુકી દે છે.

આ વીડિયો આનલાઈન શેર થતા જ વાયરલ થઈ ગયો. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે અને શેર કરી ચુક્યા છે અને લોકો માતાની સ્ફૂર્તિના વખાણ કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, બાદમાં બિલ્ડિંગ મેનેજમેન્ટે રેલિંગની પાસે એક બોક્સ મુકી દીધું. આ ઘટનામાં બાળકને કોઈપણ પ્રકારની ઈજા પહોંચી નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post