સુતેલા શ્વાનને એવી બેરહેમીથી લાકડી મારી કે ત્યાને ત્યાં જ દમ તોડી દીધો- વિડીયો થયો વાઈરલ

Share post

બેજુબાન પશુઓને મારવાથી પાપ લાગે છે, આવી વાતો આપણને નાનપણથી જ સાંભળતા આવ્યા છીએ. તેમછતાં અવારનવાર ઘણી એવી ઘટનાઓ સામે આવે છે. થોડા સમય પહેલા જ કેરળમાં એક હાથણીના મોઢામાં બોમથી ભરેલી અનાનસ ખવડાવ્યું હતું, અને થોડા સમયમાં એ બોમ્બ ફૂટ્યો હતો અને ત્યાને ત્યાં જ એ હાથણીનું દર્દનાક મોત થયું હતું. આ ઘટના સામે આવતા સોસીયલ મીડિયા અને ન્યુજ ચેનલોએ ખુબ રૂપિયા બનાવ્યા હતા, અને પરિણામ સ્વરૂપે આજે બધા જ આ વાતને ભૂલી ગયા છે. આ બનાવ બન્યા બાદ જ થોડા સમયમાં એક ગાયના મોઢામાં પણ બોમ્બ ખાવાડ્યો હતો, અને એ ગાયનું આખું જડબું ફાટી ગયું હતું. આ ઘટનાઓ સામે આવતા લોકોમાં આક્રોસ પણ જોવા મળ્યો હતો.

માસુમ અને બેજુબા જાનવરો સાથે આવી હરકતો કરનારને જેલ ભેગો અને સજા આપવાની વાતો થતી હતી. પરંતુ હાલના સમયમાં એ બધું ભૂલી બીજા મુદ્દાઓમાં ધ્યાન આપી રહ્યા છે. આ વચ્ચે જ આવી જ એક ઘટનાનું પુનરાવર્તન થયું છે. મહારાષ્ટ્રની આ ઘટના દરેક લોકોના રુવાડા ઉભા કરી દેશે. મહારાષ્ટ્રના ઓરંગાબાદ જીલ્લામાં એક શ્વાનને દંડેથી મારી મારી હત્યા કરી નાખવાનો બનાવ હાલ સામે આવ્યો છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર એક શ્વાન શાંતિથી સુઈ રહ્યું હતું. અને અચાનક એક આધેડ આવ્યો અને એક પછી એક ડંડા વડે સુતેલા શ્વાનને મારવા લાગ્યો અને ગણતરીની મીનીટોમાં જ આ શ્વાને ત્યાને ત્યાં જ દમ તોડી નાખ્યો.

આ અસાધારણ ઘટના મહારાષ્ટ્રના ઓરંગાબાદ જીલ્લાનો છે. આ ઘટનાનો વિડીયો પણ હાલ સોસીયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઈ કેટલાય પ્રાણીપ્રેમીઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે. એકસાથે ઘણીબધી ફરિયાદો આવતા તંત્ર પણ દોડતું થયું હતું. અને પછી પોલીસ દ્વારા આ યુવાનને કબજે કર્યો હતો. હાલ વિડીયો બનાવનાર પણ પોલીસની હિરાસતમાં છે.

વાયરલ થયેલા આ વિડીયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, આ યુવક સુતેલા કુતરાને પૂરું બળ કરીને એક પછી એક દંડનો માર વરસવા જ લાગ્યો છે. કુતરું ભાગી શકે તેવી પણ હાલતમાં નથી. તેવી પરિસ્થિતિ વચ્ચે આ શ્વાને થોડા જ સમયમાં દમ તોડ્યો અને આ શ્વાનનું દર્દનાક મોત થયું હતું. સાથે-સાથે એવી માહિતી પણ મળી આવી છે કે, જયારે પેલો યુવક શ્વાનને બેરહેમીથી મારી રહ્યો હતો ત્યારે કૂતરાની બંને આંખો પણ બહાર આવી ગઈ હતી. આ બંને યુવાનોએ કુતરા પર આરોપ મુકતા જણાવ્યું હતું કે,  આ કુતરું અમારા વિસ્તારમાં દુધવાળા અને બીજા ઘણા લોકોને હેરાન પરેશાન કરી રહ્યું હતું. આ શંકાના ધોરણે આ યુવકોએ આ કુતરાને મારવાનું નક્કી કર્યું હતું. અને એક દિવસ મોકાનો ફાયદો જોઈ, આ કુતરાને સુતેલું જોઈ આ ઘટનાને અંજામ આપ્યું હતુ.

બસ, એટલું જ નહિ, જયારે પેલો યુવક સુતેલા કુતરાને મારી રહ્યો હતો ત્યારે ત્યાં હજાર રહેલો બીજો યુવક આ ઘટનાનો વિડીયો પણ ઉતારી રહ્યો હતો. આ વિડીયો વાયરલ થતા પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થાઓ આગળ આવી હતી અને પોલીસ સામે ફરિયાદ કરી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post