શાકભાજીના ભાવો આસમાને પરંતુ ધરતીપુત્ર ખેડૂતોની છે દયનીય હાલત- જાણો શું છે સચ્ચાઈ?

કોરોનાની મહામારીની વચ્ચે અમદાવાદ સહિત આખા ગુજરાતમાં હાલમાં શાકભાજીના ભાવો આસમાન પર પહોચી ગયાં છે,ત્યારે રાજ્યના ધરતીપુત્રોની હાલત કફોડી બની ગઈ છે.અમદાવાદનાં સહિત આખા ગુજરાતમાં લીલા શાકભાજી પણ મોઘા ભાવથી વેચાઈ રહ્યા છે,પરંતુ આ જ શાકભાજી પકવતા ખેડૂતોની હાલત દયનીય છે.હાલમાં જ લીલા શાકભાજીની વાત કરીએ તો રીંગણનો છુટકનો ભાવ શહેરોમાં 15-20 રૂપિયા પ્રતિ કિલોચાલી રહ્યા છે.
તો બીજી બાજુ જે ખેડૂતો મહેનત કરીને આ રીંગણની ખેતી કરી રહ્યા છે,તેમને પ્રતિ કિલોનાં ફક્ત દોઢ રૂપિયો જ મળી રહયો છે.ખેડા જીલ્લામાં આવેલ નડિયાદના ગ્રામ્ય વિસ્તારો ગુતાલ,ડુમરાલમાં વધુ પ્રમાણમાં રીંગણની ખેતી કરવામાં આવે છે.ખેડૂતો દ્વારા ખેતરને સમથળ કરીને રીંગણના છોડને વાવવામાં આવે છે.
ત્યારપછી સમયાંતરે પાણી અને ખાતર અને નીદામણ કરવું પડતું હોય છે,જેમાં હજારો રૂપિયાનો ખેતી ખર્ચ આવતો હોય છે.પાક તેયાર થાય ત્યારપછી પાક લણવાનો ખર્ચ અને માર્કેટ યાર્ડ સુધી પાર્સલ બનાવીને ખેડૂત વેચવા માટે જતો હોય છે,પરંતુ વેપારીઓ દ્વારા જે ભાવો નક્કી કરવામાં આવે છે,એનાથી ધરતીપુત્રોને પગ નીચેથી ધરતી ખસી જાય છે.
ધરતીપુત્રો રાત-દિવસ સતત મહેનત કરવા છતાં પણ તેમના પાકની કોઈ જ કીંમત માર્કેટ યાર્ડમાં મળતી નથી.બીજી બાજુ કોડીના ભાવે લીધેલ શાકભાજીના ભાવો ગ્રાહક સુધી પહોંચતા જ આસમાને પહોંચી જતા હોય છે,ત્યારે જીલ્લા ખેતીવાડી વિભાગની કામગીરી શું અને આ કચેરીઓનું વેપારીઓ પરનું કોઈ નિયંત્રણ છે,કે કેમ અને ખેડૂતોની માટે ખેતીવાડી વિભાગ કેવા પ્રકારની કામગીરી કરે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…