ફક્ત શાકભાજીનું વાવેતર કરીને સાબરકાંઠાનાં આ પટેલ ખેડૂતભાઈ હાલમાં કરી રહ્યાં છે સારામાં સારી કમાણી

Share post

સાબરકાંઠા જિલ્લામાં આવેલ પ્રાંતિજ તાલુકાનુ વદરાડ ગામ સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધિ પામ્યુ છે. ગામની કોઈ વિશેષતાને લીધે નહી પણ એના સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ માટે. ખેડૂતો સતત પાક પરિવર્તન કરતા રહે છે. પાક પધ્ધતિ બદલે તેમજ એની સાથે ટપક કે સ્પીંકલર સિંચાઈ પધ્ધતિ અપનાવે તેની માટે આ સેન્ટર સતત કાર્યરત રહે છે. પ્રાંતિજ તાલુકામાં આવેલ માંમરોલી ગામનાં ખેડૂત સમીર પટેલ અંદાજે 20 લાખની શાકભાજીનું વાવેતર કરી રહ્યાં છે.

તેઓ જણાવતાં કહે છે કે. આ સેન્ટર ઓફ એક્સેલન્સફોર વેજીટેબલ ખેડૂતોની માટે ખુબ મહત્વનું સાબિત થયું છે. સમીર પટેલ પોતાની તેમજ ખેડવા માટે બીજા ખેડૂતોની લીધેલ જમીન થઈને કુલ 60 વિઘા જમીનમાં શાકભાજી પકવી રહ્યાં છે. છેલ્લાં 5 વર્ષમાં ગુજરાતના બધાં જિલ્લાનાં ખેડૂતો આ સેન્ટરની મુલાકાત લેવા માટે આવ્યા છે તેમજ ખેતી વિષયક માહિતી લીધી છે. સેન્ટર દ્રારા કુલ 50,000  ખેડુતોને તાલીમ આપવામાં આવી રહી છે તેમજ કુલ 95,000થી પણ વધારે ખેડુત મુલાકાતીઓએ આ સેન્ટર ની મુલાકાત લીધેલી છે.

જ્યારે કુલ 4,000થી વધારે ખેતીના સ્નાતકોએ મુલાકાત લીધેલી છે. આ સેન્ટરની સ્થાપના વર્ષ 2013માં કરવામાં આવી હતી. સરકાર માટે ખેડૂતોની આવકમાં વૃધ્ધિ થાય તથા રાજયના ખેડૂતો નવીનતમ ખેતની પધ્ધતિને અપનાવે તેની માટે કૃષિક્ષેત્રમાં એક અનોખુ કદમ આ સેન્ટર સાબિત થયું છે. કૃષિક્ષેત્રમાં જ્યારે દેશ વિકાસ કરી રહ્યો છે ત્યારે બાગાયતી પાકોનો એમાં ફાળો વિશેષ રહેલો છે. ગુજરાત રાજ્ય બાગાયતી પાકોની ખેતી તથા ઉત્પાદનમાં પણ મોખરાનું સ્થાન ધરાવી રહી છે.

રાજ્યમાં શાકભાજી પાકોની ખેતીનો વ્યાપ વધી રહ્યો છે એવા સમએ ઉચ્ચતમ ટેકનોલોજી, નિદર્શન, માર્ગદર્શન, તાલીમ વગેરે મળી રહે તથા ખેડૂતો અધતન તાલીમ દ્રારા સારૂ ખેત વળતર મેળવી શકે આર્થિક ઉન્નતિનો માર્ગ મોકળો બને એ ઉદ્દેશથી ઈન્ડો-ઈઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત વદરાડ ખાતે સૌપ્રથમ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલની સ્થાપના કરવામાં આવી હતી. સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર વેજીટેબલ વિશે જાણકારી આપતા મદદનીશ બાગાયત નિયામક નિલેશભાઇ પટેલે જણાવતાં કહ્યું હતું કે, ઈન્ડો-ઈઝરાયલ પ્રોજેક્ટ હેઠળ વર્ષ 2013થી સેન્ટર કાર્યરત રહેલું છે.

જેની મુખ્ય કામગીરી શાકભાજીની ખેતીની અનેક પધ્ધતિઓની તાલીમ, રાહતદરે રોગ મુક્ત ધરૂ ઉછેર, શાકભાજી પાકો તેમજ એની જાતોના નિદર્શનો, ગ્રીનહાઉસ તથા નેટહાઉસનાં પાકોના નિદર્શન તથા જાણકારી, શાકભાજીની રક્ષિત ખેતી માટે નવી જાતોનું સ્ક્રિનીંગ કરવું, ચોકસાઈ પૂર્વક(Precision Farming) ખેતી વિશે નિદર્શન તથા સમજણ આપવી, શાકભાજીનાં ગ્રેડીંગ, પેકિંગ તથા કાપણી બાદના વ્યવસ્થાપન માટેની શ્રુંખલાનું નિદર્શન કરવું, ઇન્ડો-ઇઝરાયેલ ટેકનૉલોજીની આપ-લે કરવી.

ગુજરાત રાજ્યનું એકમાત્ર સેન્ટર જ્યાં એક જ જગ્યા પર અંદાજે 2 હેક્ટરના વિસ્તારમાં વિવિધ પ્રકારના કુલ 20 જેટલા રક્ષિત ખેતીના સ્ટ્રકચર આવેલ છે. જેમાં હાઈ-ટેક ફેન એન્ડ પેડ ગ્રીન હાઉસ, અનેક ઉંચાઈના પોલી હાઉસ, વિવિધ રંગનાં શેડ નેટ હાઉસ, ઈન્સેક્ટ નેટ હાઉસ તથા વોક ઈન ટનલનો સમાવેશ થાય છે. આની ઉપરાંત શાકભાજીનાં ધરૂં ઉત્પાદન તથા વેજીટેબલ ગ્રાફટીંગ માટે અધતન પ્લગ નર્સરી બનાવવામાં આવેલ છે.

જેના દ્રારા ખેડુતો રાહતદરે રોગ મુક્ત ધરૂ મેળવી શકે. આ સેન્ટરના બીજા આકર્ષણો જેવાં કે, કુલ 2 હેકટરમાં ખુલ્લા ખેતરમાં શાકભાજીની વિવિધ ટેકનોલોજીના નિદર્શન પ્લોટ, જર્મીનેશન ચેમ્બર, માઈક્રો ઈરીગેશન, ફર્ટીગેશન માટે ઓટોમાઈઝેશન યુનિટ, રેઈન વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચર, શાકભાજીના ગ્રેડીંગ-શોર્ટીંગ માટેનું મોડેલ પેક હાઉસ, રીટેઈલ આઉટલેટ, અધ્યતન તાલીમ કેન્દ્ર તથા વહીવટી સંકુલનો પણ સમાવેશ કરવામાં આવે છે.

આની ઉપરાંત, ટોમેટો, ચેરી ટોમેટો, કેપ્સીકમ, કાકડી, ડુંગળી, તરબુચ, ભીંડા, ફણસી, રેડ કેબેજ, બ્રોકોલી જેવાં ઘણાં શાકભાજી પાકોનાં નિદર્શન અહી ગોઠવવામાં આવે છે. આદિજાતિ તથા અનૂસુચિત જાતિના ખેડુતોને કુલ 75% સહાયના ધોરણે બિયારણ લાવ્યા પછી આ સેન્ટર પર ધરૂં ઉછેર કરીને આપવામાં આવે છે. જેને લીધે રાજ્યમાં આદિજાતિ તથા અનૂસુચિત જાતિનાં ખેડુતો કે જેઓ ટુંકી જમીન ધરાવે છે. તેઓ પણ શાકભાજી પાકોની ખેતી કરીને આવક મેળવતા થયા છે. આ સેન્ટરની મુલાકાત ઇઝરાયેલનાં કૃષિ મંત્રી તાર સમીર, ભારતના PM નરેન્દ્રભાઇ મોદી તેમજ CM વિજયભાઇ રૂપાણી લઇ ચુક્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post