ગુજરાત: વીજ કંપનીની નાની એવી ભૂલના કારણે જગતનાં તાતને ભોગવવું પડ્યું લાખોનું નુકશાન

Share post

ગુજરાતમાંથી ઘણીવાર ખેડૂતો આત્મહત્યા કરી લેતાં હોય એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. મોતાભાગે આત્મહત્યા કરવાં પાછળનું મુખ્ય જવાબદાર કારણ તો એ રહેલું છે કે, અતિભારે વરસાદ થવાથી ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડતો હોય છે. થોડા દિવસ પહેલાં જ રાજ્યના એક ખેડૂતે ખેતરમાં તૈયાર થયેલ મગફળીના પાકને આગ ચાંપી દીધી હતી.

હાલમાં પણ આવી જ એક ઘટના રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી સામે આવી રહી છે. સુરત શહેરના બારડોલી તાલુકામાં આવેલ વાઘેચ ગામમાં આવેલ બ્લોક નં. 314 વાળી જમીનમાં વીજ કંપનીની બેદરકારીને લીધે તણખા ઝરતા ઊભેલી શેરડી બળી ગઈ હતી. જેને લીધે ખેડૂતને કુલ 5 લાખ રૂપિયાનું નુકસાન થયું છે, જે અંગે ખેડૂત દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. બારડોલીમાં આવેલ સૃષ્ટી-શ્વર સોસાયટીમાં રહેતા મહેશભાઈ મંગુભાઈ પટેલ ખેતી કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે.

જેઓની જમીન વાઘેચ ખાતે આવેલી છે. જે જમીનના બ્લોક નં. 314 વાળીમાં વીજ કંપનીની બેદરકારીને લીધે 6 ઓક્ટોબરે DPમાં ઈલેક્ટ્રીક શોર્ટસર્કીટ થયા હતાં, જેને લીધે તણખા ઝરતા ઊભી શેરડીમાં પડ્યા હતાં જેને લીધે કુલ 5 વીંઘા જમીનમાં શેરડી બળીને ખાખ થઈ ગઈ હતી. શેરડી બળી જવાને કારણે ખેડૂતને અંદાજે 5 લાખ રૂપિયાનું નુકસાન થયુ છે. આ ઘટના અંગે ખેડૂતે બારડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વીજલાઇન યોગ્ય કરવા માટે ઘણીવાર રજૂઆત થઈ :
મારા ખેતરમાં આવું બીજી વખત બન્યું છે એ પણ માત્ર વીજ કંપનીની બેદરકારીને લીધે જ બન્યું છે. મને માત્ર 2 વર્ષમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે, જેનું વળતર કોણ ચૂકવશે? વીજ કંપનીને વીજલાઈન યોગ્ય કરવા માટે ઘણીવાર રજૂઆતો કરવામાં આવી છે. ગત રોજ શેરડીમાં આગ લાગવાની ઘટના બન્યા પછી વીજ કંપનીમાં જાણ કરવામાં આવી હતી. કુલ 24 કલાક કરતાં વધારે સમય થઈ ગયો હોવા છતાં વીજ કંપનીના માણસો જોવા માટે આવ્યા નથી.

વીજલાઇન નીચી હોવાને લીધે ઘણીવાર ફોલ્ટ :
વાઘેચ ગામમાં ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન ખુબ નીચી હોવાને લીધે નીચે  ઘણીવાર વીજ ફોલ્ટ થાય છે. જે અંગે ખેડૂત દ્વારા ઘણીવાર લેખિત અથવા તો મૌખિક રજૂઆતો વીજકંપનીને કરવામાં આવી હોવાં છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આની સાથે જ વીજ લાઈન યોગ્ય કરવા માટે વીજ કંપનીના માણસોએ પૈસાની માંગણી કરી હોવાનું ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post