વડોદરાના આ ખેડૂત ભાઈએ શોધેલા આ જુગાડમાં સાવ મફતના ખર્ચમાં થાય છે લાખનું ઉત્પાદન

કપાસની ખેતી દિવસેને દિવસે મોંઘી બનતી જાય છે. રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાઓનાં વપરાશને લીધે ખેતી કરવી ખેડુતોને પરવડતી નથી તો બીજી તરફ જમીનની ગુણવત્તા ઘણી નબળી પડી રહી છે. ત્યારે એક ખેડુત પુત્ર એવા છે કે, જેમણે સાત્વીક ખેતી કરીને બીજા ખેડુતોની માટે એક નવો માર્ગ શોધી કાઢ્યો છે. એમણે કપાસની દેશી જાત તેમજ બિટી, બન્ને પ્રકારનાં બિયારણોનો વપરાશ કરીને કપાસની સાત્વીક ખેતીનો નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. આટલું જ નહીં પરંતુ આ પ્રયોગને સફળતા પણ મળી છે, વળતર પણ પહેલાં કરતાં વધારે મળ્યું છે.
આ સફળતા બાદ એમણે પોતાની સાત્વિક ખેતીનાં પ્રયોગને રોકડીયા પાક એટલે કે શાકભાજી પર અજમાવ્યો. જ્યા એમણે સારી એવી આવક કરી. વડોદરા જીલ્લામાં આવેલ શિનોર તાલુકાનાં બાવળીયા ગામમાં રહેતાં ખેડુત વનરાજસિંહ દિલીપસિંહ ચૌહાણે સાત્વિક ખેતીનો પ્રયોગ કર્યો હતો. સૌ પ્રથમ તો સવાલ થાય કે, આ સાત્વિક ખેતી છે શું ? જે ખેતીમાં જંતુનાશક તરીકે ઝેરી રસાયણોનો ઉપયોગ ન કરવો પડે તથા જે છંટકાવનો ઉપયોગ થાય એ બિલકુલ સજીવ હોય.
ગાયનાં છાણ તથા ગૌમૂત્ર ખેતીની માટે સજીવ ખાતર તેમજ ઝેરી રસાયણોથી મુક્ત જંતુનાશકની ગરજ સારે છે. સામાન્ય રીતે જોઇએ તો પણ ખેતી તથા પશુપાલન એક બીજાનાં પૂરક ગણાય છે. ત્યારે ગૌમૂત્ર તથા ગાયનાં છાણનો ઉપયોગ કરીને ખેતીને સજીવ કરવાંનો વિચાર જ ઉતમ છે. સાત્વીક કહો કે, સજીવ છેવટે સાદી ખેતી કરીને ખર્ચ ઘટાડવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે. ગાયનાં છાણમાંથી છાણીયું ખાતર બનાવવામાં આવે છે. જે તૈયાર કરવાં માટે કુલ 10 બેરલ જીવા મુત્ર, કુલ 20 લીટર અગ્નીશ, જ્યારે ગૌમૂત્રમાં પાળાનો ધતુરો, આંકડો, લીમડા જેવી વનસ્પતિઓને એકઠી કરીને સાત્વિક તથા સરળ પ્રવાહી બનાવવામાં આવે છે.
જે જંતુનાશક દવાની ગરજ સારે છે. કપાસની ઉપરાંત તમામ ખેતીમાં આ પ્રવાહીને જંતુનાશક દવા તરીકે છાંટવામાં આવે છે. અહી ઉલ્લેખનીય છે કે, રાસાયણિક ખાતર જંતુનાશકનાં વપરાશથી જમીન નિર્જીવ બને છે. જેને લીધે ધરામાં રહેલ ઉપયોગી સજીવોનો પણ વિનાશ થાય છે. સમય જતાં એની સીધી અસર પાકની ગુણવત્તા તથા ઉત્પાદન પર પડતી હોય છે. છેવટે નુકશાન તો ખેડુતોને જ ભોગવવુ પડતું હોય છે. જો કે, હવે આનાં વિકલ્પમાં સજીવ ખેતી શ્રેષ્ઠ વિકલ્પ બની રહી છે.
આની વિશે વાત કરતાં વનરાજસિંહ ચૌહાણ જણાવતાં કહે છે કે, કપાસની સાત્વિક ખેતીમાં સફળતા મળ્યા બાદ હવે મેં રોકડિયા પાક એટલે કે શાકભાજી પર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. કુલ 20 વીઘા જમીનમાં ટામેટા, રીંગણ, ભીંડા, ચોરી, મેથી, ધાણા, પાલખ, ફુલાવર, કોબીઝ, મૂળા, ગાજર તેમજ તમામ પ્રકારની શાકભાજીનું વાવેતર કરુ છું. સીઝનેબલ શાકભાજીનો પાક પણ સારો ઉતરે છે. મારી સંપુર્ણ ખેતીને આપ ગાય આધારિત ખેતી પણ કહી શકો છો.
ઓર્ગેનીક પદ્ધતિથી ગાયનાં મળમૂત્ર તથા બીજી વસ્તુનું મિશ્રણ કરીને નજીવી કિંમતનું ખાતર તૈયાર કરૂ છું. ખેતીમાં ખર્ચ ઓછો થવાને લીધે માર્કેટમાં પણ મારા શાકભાજી નજીવી કિંમતમાં વેચીને વધારે વળતર સરળતાથી મેળવી લેવાય છે. ઉપર જણાવેલ બધી જ વસ્તુને ભેગી કરીને મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. જે કુલ 10 દિવસ કરતાં પણ વધારે સમય સુધી સંગ્રહ કરી શકાય છે. સમયઅંતરાલે એનો છંટાકવ કરતાં રહેવાનું હોય છે.
વડોદરા જીલ્લાનાં અંદાજે તમામ તાલુકામાં મોટા પ્રમાણમાં કપાસની ખેતી કરવામાં આવે છે. કપાસની શિયાળુ ખેતી પણ ખુબ જ જાણીતી છે. એક સમયે કપાસનાં જીનિંગ-પ્રેસિંગનો ઉદ્યોગ વડોદરા જીલ્લાનાં બધાં જ તાલુકામાં ધમધમતો હતો. જેને લીધે ગાયકવાડ સરકારે પ્રથમ રેલવેની પણ શરૂઆત કરી હતી. એવું પણ કહી શકાય કે, ગાયકવાડ સરકારનો રેલવેની શરૂઆત કરવા પાછળનું ધ્યેય કપાસને બજાર સુધી પહોંચાડવાનું હતું. કારણ કે એ સમયે માર્કેટમાં ઉત્પાદન પહોંચાડવુ સરળ ન હતું. કપાસ જેવી જણસોનું બજાર સુધી પરિવહન સરળતાથી થાય એ ધ્યેય હતો. આની માટે કપાસનો પાક અગાઉથી જ સામાજિક ખુશહાલીનું માધ્યમ ગણાતો હતો. હાલનાં સમયમાં જ્યારે પ્લાસ્ટિક વપરાશ પર પ્રતિબંધની વાત કરવામાં આવી છે ત્યારે કપાસમાંથી બનતી કાપડની થેલીઓ પણ ખુબ જ ઉપયોગી બની રહે એમ છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…