fbpx
Sat. Nov 16th, 2019

ફોનને હૈંગ થતો અટકાવવા અપનાવો આ રીત. સૌથી સરળ અને મફત ઉપાય

સ્માર્ટફોનમાં જ્યારે ઈંટરનલ મેમરી ફુલ થઈ જાય છે ત્યારે તે સમસ્યા સર્જે છે. મેમરી જેમ જેમ વધે છે તેમ તેમ ફોન હૈંગ થવા લાગે છે. હૈંગ થતા ફોનનો ઉપયોગ કરવામાં ખૂબ તકલીફ પડે છે. આ તકલીફ તમારે સહન કરવી ન પડે તે માટે કેટલાક સરળ ઉપાયો કરી શકાય છે. ફોનની સ્ટોરેજને આ 5 રીતે ખાલી કરવાથી તેનું પરફોર્મેંસ સુધારી શકાય છે અને સાથે જ ફોનને હૈંગ થતો પણ અટકાવી શકાય છે.

કામની ન હોય તે એપને અનઈન્સ્ટોલ કરો:

પ્લેસ્ટોરમાંથી આપણે અનેક એપ્સ ડાઉનલોડ કરીએ છીએ. આ એપનો ઉપયોગ શરૂઆતમાં તો થાય છે પરંતુ થોડા સમય બાદ તેનો ઉપયોગ થતો નથી અને તે ફોનમાં સ્પેસ રોકે છે. આવી એપ્સને ફોનના સેટિંગ્સમાં જઈ અને અનઈંસ્ટોલ કરી દેવી જોઈએ. અથવા તો સેટિંગ્સમાં જઈ એપ્સમાં જઈ અને એપ ડ્રોઅરમાં જવું અને એપના આઈકોનને હોલ્ડ કરી રાખવું જેથી તમને અનઈંસ્ટોલનો વિકલ્પ જોવા મળશે.

કેશ મેમરી ક્લિયર કરો:

કૈશમાં અનેક વસ્તુઓ સેવ થઈ જતી હોય છે જેના કારણે પણ સ્ટોરેજ ફુલ થઈ જાય છે. એપ્સ અને વેબસાઈટ લોડિંગ ટાઈમ ઘટે તે માટે ઘણો ડેટા કૈશમાં સેવ કરી લેતી હોય છે. આ ડેટા કોઈ કામમાં પણ આવતો નથી. તેથી સમયાંતરે કૈશ મેમરી ક્લિયર કરી દેવી જોઈએ. તેના માટે આ સ્ટેપ્સ ફોલો કરવા Settings > Storage & USB > Internal Storage > Cached Data.

ફોટોની સાઈઝ ઘટાડો:

દરેક ફોટોને ફોનમાં જ રાખવા જરૂરી નથી. ગૂગલ ફોટો કે ક્લાઉડ સ્ટોરેજમાં આ ફોટોને સેવ કરી શકાય છે. અહીં ફોટો સેવ કરી અને ફોનમાંથી તેને ડિલીટ કરી દેવા. આમ કરવાથી ઘણી સ્પેસ ફ્રી થઈ જશે. આ ઉપરાંત ફોટો એન્ડ પિક્ચર રીસાઈઝરમાં જઈ અને ફોટોને રીસાઈઝ કરી દેવાથી પણ તે ઓછી સ્પેસ રોકશે.

ડાઉનલોડ્સને ડિલીટ કરો:

સેટિંગ્સમાં જઈ ડાઉનલોડ્સમાં જઈ અને તેને ડિલીટ કરી દો. થોડા થોડા સમયે આ ફોલ્ડરને ખાલી કરી દેવું જોઈએ. તેમાં એવી અનેક ફાઈલ્સ પડી રહે છે જે કોઈ કામમાં આવતી નથી. તેને ડિલીટ કરવાથી ફોનમાં ફ્રી સ્પેસ મળી જશે.

વીડિયો દૂર કરો:

વીડિયો ફોનમાં સૌથી વધારે સ્પેસ રોકે છે. વીડિયોને ડાઉનલોડ કરી તેને જોયા બાદ ડિલીટ કરી દેવા જોઈએ. ફોનમાં જરૂરી હોય તેટલા જ વીડિયો ડાઉનલોડ કરવા અને તેને ક્લાઉડમાં સેવ કરી લેવા જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…