ખેતરમાં દહીંનો આ રીતે કરો ઉપયોગ, કોઈ પણ ખાતર કે જંતુનાશક દવાની ક્યારેય જરૂર નહિ પડે…

Share post

ખેતરમાં એક અલગ જ પદ્ધતિ આવી રહી છે. તેમાં દહીંનો ઉપોયગ કરીને કૃષિ કરવાથી ઘણા બધા ફાયદાઓ થઈ રહ્યા છે. દહીંની ખેતી કરવાથી 95 % ખર્ચ બચે છે તેમજ ઓછામાં ઓછું 15 % કૃષિ ઉત્પાદનમાં વધારો થાય છે. દહીંનાં ફાયદાઓ જોઈને ઘણા ખેડૂતો તે બાજુ વળ્યા છે. ખાસ કરીને જ્યારથી ભારતીય ખેતી અનુસંધાન પરિષદ તેમજ ગુજરાત રાજ્યનાં ખેતી વિશ્વ વિદ્યાલયો દ્વારા તેનાં પ્રયોગો કરવામાં આવ્યા ત્યારથી તેને માન્યતાઓ મળવા લાગી છે. ઘણા વર્ષોથી મીઠા લીમડાને છાસ પીવડાવવાની પરંપરા હતી. હાલ ખેતરમાં દહીંનો વપરાશ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં એક હેક્ટર દીઠ 500 KG રાયાણીક ખાતર વપરાય છે. 19.39 લાખ ટન જેટલો વપરાશ વર્ષ 2010-11માં થતો હતો. તેનો ઉપયોગ હાલ ઘટી રહ્યો છે. 13.42 લાખ ટન વર્ષ 1012-13માં ઉપયોગ થતો હતો. વર્ષ 2019-20માં રાયાણિક ખાતરનો ઉપયોગ 10 લાખ ટનની આજુબાજુ હોવાનું અનુમાન છે.

પાણીની બચત
આ પદ્ધતિમાં 15 દિવસ સુધી પાણી આપવું પડતું નથી, તેનાંથી તેની બચત એક એકરે રૂપિયા 1000 જેટલી થાય છે. એક એકરમાં રાસાયણિક ખાતર પાછળ રૂપિયા 1100 જેટલો ખર્ચ થાય છે. પરંતુ દહીંથી ખર્ચ 2 KG દૂધ રૂપિયા 110 જેટલો ખર્ચ આવે છે. જંતુનાશકોની એક એકરે રૂપિયા 1500નો ખર્ચ કરવો પડતો નથી. આ રીતે એક એકરે રૂપિયા 3600નો ખર્ચ કરવો પડે તેની સામે ખાલી રૂપિયા 155 જેવાં નજીવા ખર્ચે એટલે કે, માંડ 5 % ખર્ચમાં કામ થાય છે.

દહીં બનાવવા માટેની રીત
દેશી ગાયનું 2 લીટર દૂધ માટીનાં વાસણમાં દહીં બનાવવા માટે મૂકવું. 2 KG દહીંમાં તાંબાનો ટૂકડો અથવા તાંબાની ચમચી ડૂબાડીને મૂકીને 8 થી 15 જેટલાં દિવસ સુધી તે દહીંને ઢાંકીને છાંયે મૂકી રાખવામાં આવે છે. દહીંમાં લીલા રંગનાં તાર થઈ જશે. તાંબું અથવા પિત્તળ ધોઈને તે પાણી દહીંમાં નાંખવું. 2 KG દહીંમાં 3 લીટર પાણી ભેળવીને 5 લીટર મિશ્રણ બની જશે. 1 એકરમાં પાણી પંપથી છાંટવામાં આવે છે. ત્યાર બાદ તેમાં પાણી નાંખી 1 એકરમાં પાક ઉપર છંટકાવ કરવામાં આવશે. આ કરવાથી છોડ 25 થી 45 જેટલા દિવસ સુધી લીલો છમ રહેશે. લાંબા સમય સુધી નાઈટ્રોજન વાયુની જરૂર પડતી નથી. અને પાક લીલો રંગનો થઈ જશે.

2 KG દહીં 25 KG યુરિયા બચાવે છે…
ઉત્તર બિહાર રાજ્યનાં એક લાખ ખેડૂતો યુરિયાનાં બદલે દહીંનો ઉપયોગ કરે છે. અનાજ, શાક તેમજ ફળનાં બગીચાઓમાં 25 થી 30 % જેટલું ઉત્પાદન વધે છે. એક લિટર પાણીમાં 30 ML દહીંનું મિશ્રણ નાંખવામાં આવે છે. દિલ્હીની આજુબાજુ તો 9 વર્ષથી દહીંનો વપરાશ યુરિયાની જગ્યાએ કરવામાં આઅવે છે.

બધા પાકોમાં ઉપયોગી
મકાઈ, ઘઉં, આંબા, કેળા, શાકભાજી, લીચી,ડાંગર, શેરડી જેવાં બધા જ પ્રકારનાં પાકમાં દહીંનો છંટકાવ થઈ શકે છે.

બગીચા
બગીચામાં ફૂલ આવે તેનાં 25 દિવસ અગાઉ દહીંનાં પાણીનો ઉપયોગ થાય છે. દહીંનાં પાણીથી બગીચાઓને ફોસ્ફરસ તેમજ નાઈટ્રોજન મળી રહે છે. પાક ઉપર કાર્બનીક પદાર્થો તૈયાર થશે. દહીં સપ્લીમેન્ટનું કામ કરે છે. બધા ફળો એક સરખા આકારનાં જ થાય છે. ફળો અને ફૂલ ઓછી માત્રામાં ખરે છે.

દહીંનું ઝેરી માખણ
છાસ બનાવતાં તેમાંથી જે માખણ નીકળે છે તે કિટ નિયંત્રક તરીકે દવાનું કામ કરશે. ઝેરી માખણમાં વર્મીકંપોસ્ટ નાંખીને છોડનાં મૂળમાં તેને નાંખી દેવું. જંતુ તેમજ જીવાત બંને જતી રહેશે. ઝેરથી સાવધાન રહેવું બહુ જરૂરી છે.

જંતુનાશક
આ ખેડૂતો દહીં સિવાય તેમાં મેથીની પેસ્ટ અથવા લીમડાનું તેલને મિશ્રણ કરીને પેસ્ટીસાઈઝ તરીકે છાંટે તો પાક ઉપર ફૂગ આવતી નથી. અને કૂકડ પણ આવતો નથી. આ રીતે કરવાથી નાઈટ્રોજન વાયુ મળે, જીવાત દૂર થાય તેમજ મિત્ર જીવાતોનું રક્ષણ પણ થાય છે.

જમીનમાં ખાતર
જમીનમાં પણ દહીંનો વપરાશ કરી શકાય છે. એકર દીઠ બે KG દહીં જમીનની અંદર નાંખવું. આ કરવાથી જમીનમાં માઈક્રોબાયલ રેટ વધે છે. આ કરવાથી બધા પાકોમાં 25 થી 30 % ઉત્પાદન વધી શકે છે. તેમજ પંચગવ્યમાં દહીં ઉપયોગ થાય છે.

પાણીનો ઉપયોગ ઘટે
દહીંનાં પાણીમાં ગરમીમાં 300 ગ્રામ ખાંડ તેમજ શિયાળાની ઋતુમાં ખાંડનાં બદલે 300 ગ્રામ સીંધાલું મીઠું નાખીને છંટકાવ કરવાથી 15  જેટલા દિવસ સુધી પાકને પાણીની જરૂર નથી પડતી.

ખેતી સંશોધન સંસ્થા
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા આ ઈનોવેશનને માર્ચ 2017માં માન્યતા આપતા હોય તેવી રીતે મુજફ્ફરપુરનાં ખેડૂતો દહીંથી ખેતી કરતાં હતાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ભારત દેશમાં 500 લાખ ટન ફર્ટીલાઈઝર ખાતર દર વર્ષે ઉપયોગ કરવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post