અમેરિકામાં 73 લાખની નોકરી છોડી આ એન્જિનિયર નાના ગામમાં કરી રહ્યા છે ખેતી

Share post

ઘણાં લોકો વિદેશમાં જવાનું સપનું જોઇને બેઠા હોય છે, પરંતુ હાલમાં એક સમાચાર સામે આવ્યા છે જેને જાણીને આપને પણ ઘણી નવાઈ લાગશે. તમે એવું સંભ્યું હશે કે કોઈ ખેડૂત વિદેશ જાય પરંતુ ક્યારેય એવું સાંભળ્યું છે, કે વિદેશમાંથી અહી ખેતી કરવાં માટે આવે. આવું જ કઈક હાલમાં સામે આવી રહ્યું છે.

ભારતમાં ઘણાં લોકોને ગામડું છોડીને વિદેશમાં કામ કરવાનું સપનું રહેલું હોય છે પણ વિદેશથી પરત ફરીને એક ભારતીય એ ગામમાં ખેતી કરી છે અને માત્ર 2 વર્ષમાં કમાણી કરવાની શરૂઆત કરી દીધી છે.  USAમાં રહીને લાખોની નોકરી છોડ્યા પછી સોફ્ટવેર એન્જિનિયર ભારત પરત ફર્યા તેમજ એમના ગામમાં મકાઈની ખેતી કરી રહ્યાં છે.

કર્ણાટકમાં આવેલ કાલાબુરાગી જિલ્લાનાં શેલાગી ગામનાં રહેવાસી સતીષ કુમારે અમેરિકામાં નોકરી છોડી દીધી, જેથી તેઓ ગામમાં આવીને ખેતી કરી શકે.સોફટવેર એન્જિનિયર સતીષ કુમાર કુલ 2 વર્ષ અગાઉ અમેરિકાથી પરત ફર્યા હતાં તથા તેમના ગામમાં ખેતી કરી રહ્યા છે. ઇન્ટરવ્યુમાં સતીશે જણાવતાં કહ્યું હતું, કે USA, દુબઈ તેમજ લોસ એન્જલિસમાં એક સોફ્ટવેર એન્જિનિયર હતો. અમેરિકામાં મને દર વર્ષે કુલ 1 લાખ  ડોલર એટલે કે કુલ 73 લાખ રૂપિયાથી પણ વધારે મળતા હતા.

એ અમેરિકામાં પૈસા તો કમાઇ રહ્યા હતા પણ મજા આવતી ન હતી. એ નોકરી છોડીને ભારત પરત આવ્યા તેમજ ખેતી કરવાનું વિચાર્યું. તેમણે મકાઈની ખેતી કરીને એમાંથી લાખો રૂપિયાની કમાણી કરી.એમણે જણાવતાં કહ્યું હતું, કે હું એક નીરસ કામ કરતો હતો. ત્યાં ખાસ પડકારો ન હતા. હું મારા અંગત જીવન પર ધ્યાન દોરી શકતો ન હતો. જેથી મેં પરત ગામમાં આવવાનું નક્કી કર્યું. કુલ 2 વર્ષ અગાઉ ખેતી કરવાની શરૂઆત કરી. ગયા મહિને મેં કુલ 2 એકર જમીનમાં કુલ 2.5 લાખ રૂપિયાની આવક મેળવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post