ગાયોને સાચવવા માટે હવે યોગી સરકાર ખેડૂતોને દર મહિને આપશે 900 રુપિયા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિરાશ્રિત ગાયોની રક્ષા કરવા માટે ખૂબ જ મોટી યોજનાનું એલાન કર્યું છે. આ હેઠળ સરકાર નિરાશ્રિત ગાયો ની સાર સંભાળ રાખનાર ખેડૂતને દર મહિને 900 રૂપિયા આપશે. આ યોજના આખા ઉત્તરપ્રદેશમાં એક સાથે લાગુ કરવામાં આવશે. સરકાર આવતા બજેટમાં આ યોજનાનું એલાન કરશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ યોજનાની ઘોષણા મંગળવારે પૂર્વાંચલ અને બુંદેલખંડ વિકાસ બોર્ડની બેઠકમાં કરી હતી. આ યોજનાનો ફાયદો પૂર્વાંચલ અને બુંદેલખંડ સહિતના દરેક ખેડૂતોને થશે. આ યોજના પર હાલ કાર્ય થઇ રહ્યું છે.
તેમણે બુંદેલખંડ ની ગૌશાળાઓ ના નિર્માણ કામમાં ઝડપ દાખવવાનો આદેશ આપ્યો છે. જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશમાં નિરાશ્રિત ગોવંશ ખેડૂતો માટે ખૂબ જ મોટી સમસ્યા બની ગયો છે.
આવામાં મુખ્યમંત્રીને આ ઘોષણા ખેડૂતો માટે ખૂબ જ મોટી રાહત બનીને સામે આવી. સરકારનું માનવું છે કે પ્રતિ ગોવંશ ખેડૂતને એક નિશ્ચિત રાશિ મળશે તો નકામા અનુપયોગી ગૌવંશને છુટા નહીં છોડવામાં આવે અને ખેડૂતો દ્વારા તેમને યોગ્ય કાળજી લેવામાં આવશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…