ખેડૂતોને ખુબ ફાયદાકારક બનશે સરકારની આ એપ્લીકેશન- જાણો કેવી રીતે કરશે મદદ

Share post

ઉત્તરપ્રદેશની સરકારે ખેડુતોને એક વિશેષ ભેટ આપી છે, જે ખેડુતોને ખેતીમાં ખૂબ મદદ કરશે. રાજ્ય સરકારે ખેડુતો માટે ‘બાગવાન મિત્ર એપ’ શરૂ કરી છે. તેને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સબ-ટ્રોપિકલ હોર્ટિકલ્ચર એટલે કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ લખનઉ દ્વારા બનાવવામાં આવી છે.

આ મોબાઈલ એપને લોંચ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય કોરોના અને લોકડાઉન દરમિયાન ખેડૂતો અને અન્ય ભાગીદારોને મદદ કરવાનો છે. આ એપ્લિકેશન કેરી ઉત્પાદકોની માટે ખૂબ મદદગાર સાબિત થશે, કારણ કે દેશની કુલ 14%  કેરી ઉત્તરપ્રદેશમાં જ ઉત્પન્ન થાય છે. રાજ્યમાં ઓછામાં ઓછા કુલ 1,05,333 હેક્ટરમાં કેરીનું ઉત્પાદન થાય છે.

આ એપની વિશેષતા એ છે, કે તેને વાંચ્યા વિના પણ લોકો તેને સરળતાથી ચલાવી શકે છે. આની માટે ખેડૂતે ફક્ત એપ્લિકેશનમાં બોલવું પડશે, તે પછી તેને ટેક્સ્ટમાં રૂપાંતરિત કરવામાં આવશે. આટલું જ નહીં ખેડૂત રોગગ્રસ્ત છોડનાં ફોટા પણ આ એપ દ્વારા મોકલી શકશે. આ ફોટા વૈજ્ઞાનીકો દ્વારા જોવામાં આવશે અને તેનું સમાધાન શોધી કાઢવામાં આવશે. આ રીતે માળી ખેડુતોને આ એપથી ઘણી રાહત મળશે.

આની ઉપરાંત ‘બાગવાન મિત્ર’ એપ પણ ખેડૂતને હવામાનની માહિતી આપશે. આ એપને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે, કે ખેડુતોને ખેતીની સાથે જોડાયેલ કોઈપણ માહિતી મિનિટોમાં મળી શકે છે. આની મદદથી તમે કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી પાક સંબંધિત માહિતી મેળવી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post