fbpx
Thu. Nov 14th, 2019

આજે વહેલી સવારે ગુજરાતના આ જીલ્લામાં વાવાઝોડા સાથે વરસ્યો મેઘ… જાણો વધુ

ગુજરાતમાં એક તરફ ગરમીના પ્રકોપથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. એક તરફ ગરમી અને બીજી તરફ ગુજરાતમાં પાણીની સમસ્યા. આ બંને સમસ્યાઓમાંથી રાહત મેળવવા ગુજરાતના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે.

કારણ કે, જો વરસાદ થાય તો જે ખેડૂતો પાણીની તંગીના કારણે પાકનું વાવેતર નથી કરી શક્યા. તે ખેડૂતો વાવણી કરી શકશે.

આ ગરમીના વાતાવરણની વચ્ચે બોટાદમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેમ ચોમાસાના રસ્તા પર પાણીનું નદીઓ વહેતો હોય તેવા દૃશ્યો બોટાદમાં કેટલીક જગ્યા પર સામે આવ્યા હતા. કમોસમી વરસાદના કારણે બોટાદના કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઇ ગઈ હતી. ભારે પવન સાથે વરસાદ વરસતા બોટાદના લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી. ભારે પવનના કારણે લોકોના ઘરના છાપરા ઉડી ગયાની ઘટનાઓ પણ સામે આવી હતી.

બોટાદ પછી સુરેન્દ્રનગરના લીમડી અને ચુડા વિસ્તારમાં પણ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વરસાદ પહેલા સુરેન્દ્રનગરની આસપાસના વિસ્તારમાં 44 ડિગ્રીની ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ત્યારે આજે સવારે ભારેપવનની સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. વીજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો હતો. ત્યારે કેટલીક જગ્યા પર પવનના કારણે વૃક્ષો પણ પડી ગયા હતા. અને કેટલાક વિસ્તારમાં પાણીઓ ભરાઈ ગયા ગયા. વરસાદ પડવાથી લોકોએ ગરમીથી આંશિક રાહત અનુભવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…