આ યોજના અંતર્ગત ખેડૂતના ખાતામાં જમા થશે 2,000 રૂપિયા- જાણો તમારું નામ છે કે નહિ?

Share post

દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 8માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે. મીડિયા અહેવાલોમાં એવી અટકળો છે કે આ હપ્તા આ મહિનાના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. તમને જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત 2000ના ત્રણ હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે કે, કુલ 6000 રૂપિયા સીધા જ ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવે છે. જાણવા મળ્યું છે કે, આ વખતે સરકાર આ રકમ 11.66 કરોડ ખેડૂતોના ખાતામાં નાખી રહી છે.

PM Kisanનો ફાયદો મેળવવો હોય તો આ ભૂલ ન કરો
1. પીએમ કિશન યોજના માટે અરજી કરતી વખતે જો તમારી પાસે આધાર નંબર ન હોય અથવા તમે તેને ખોટી રીતે દાખલ કરો છો, તો આ રકમ તમારા ખાતામાં આવશે નહીં.

2. નવુ રજિસ્ટ્રેશન કરાવનારા ખેડુતોએ પણ અરજી ફોર્મમાં તેમની જમીનના પ્લોટ નંબરનો ઉલ્લેખ કરવો પડશે. એટલે કે, જો જમીન તમારા નામે નથી, તો પછી તમે આ યોજનાનો લાભ લઈ શકશો નહીં, આ નવા નિયમો યોજના સાથે સંકળાયેલા જૂના લાભાર્થીઓને અસર કરશે નહીં.

3. યોજનાની રકમ લાભાર્થીઓના ખાતામાં ત્યારે જ ટ્રાન્સફર કરવામાં આવશે જ્યારે તેના સાચા અને પ્રમાણીત ડેટા રાજ્ય સરકારો દ્વારા કેન્દ્રમાં મોકલવામાં આવે છે.

લિસ્ટમાં આ રીતે કરો તમારૂ નામ ચેક કરો
જો તમે પણ એક ખેડૂત છો અને આ યોજના માટે નોંધણી કરાવી છે તો તમને 2000 રૂપિયાનો પહેલો હપ્તો મળશે. સરકાર તમામ લાભાર્થીઓની સૂચિ જારી કરે છે. આ હપ્તા એવા ખેડુતોને આપવામાં આવે છે જેનું નામ આ યાદીમાં છે. તેથી, તમારે પહેલા તપાસ કરવી જોઈએ કે તમારું નામ આ સૂચિમાં છે કે નહીં. તેની પદ્ધતિ ખૂબ જ સરળ છે.

આ છે સરળ રીત
1. સૌ પ્રથમ તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in ની મુલાકાત લેવી પડશે.
2. અહિયા તમને Farmers Cornerનું ઓપ્શન જોવા મળશે.
3. Farmers Corner સેક્શનની અંદર તમારે Beneficiaries Listના ઓપ્શન પર ક્લિક કરવાનું રહશે.
4. પછી તમને લિસ્ટમાં તમારૂ રાજ્ય, જિલ્લો, ઉપ જિલ્લો, બ્લોક અને ગામની માહિતી પસંદ કરવાની રહેશે.
5. Get Report પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ લાભાર્થીની તમામ માહિતી સામે આવી જશે.

જો તમારું નામ સૂચિમાં છે, તો તમે હપતાની સ્થિતિ પણ જાણી શકો છો
વેબસાઇટ પર Farmers Corner પર ક્લિક કરો.
Beneficiary Status વિકલ્પ પર ક્લિક કરો.
ત્યારબાદ અહીં એક નવું પેજ ખુલશે, આધાર, મોબાઇલ નંબર નાખો.
આમ કરતા જ તમે તમારા હપ્તાની સ્થિતિ વિશે માહિતી મળી જશે.


Share post