મોદી સરકારની આ યોજનાથી ખેડૂતોને વાર્ષિક મળશે 36,000 રૂપિયા, જાણો વિગતે

Share post

મોદી સરકાર ખેડૂતોની આવક ડબલ કરવા માટે દરોજ નવી નવી યોજનાઓ બહાર પાડી રહી છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના ની નોંધણી નું કામ શુક્રવારે શરૂ કરી દેવામાં આવ્યું છે.સરકારે પોતાના બજેટમાં આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત ખેડૂતોને 60 વર્ષની ઉંમરે 3000 રૂપિયાનું માસિક પેન્શન મળશે. ખેડૂત નું મૃત્યુ થવા પર તેમની પત્નીને 1500 રૂપિયા પેન્શન મળશે.

પીએક કિસાન વાય યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થઈ રહ્યાં છે. દેશના ખેડૂતો માટે શરૂ કરાયેલી પેન્શન સ્કીમ માનધન યોજનામાં અત્યારસુધીમાં 19.60 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. આ પેન્શન સ્કીમ માટે જે ખેડૂતો પાસે 2 હેક્ટર સુધીની જમીન છે તેવા 5 કરોડ ખેડૂતોને જોડવાનો સરકારનો લક્ષ્યાંક છે. બીજા ચરણમાં સરકાર 12 કરોડ ખેડૂતોને આ યોજના સાથે જોડવા માટે કમર કસશે.કેન્દ્ર સરકારે આ યોજના દેશભરમાં લાગુ કરી દીધી છે. જેમાં 9 ઓગસ્ટ 2019થી લાગુ કરાયેલી આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પણ હાલમાં ચાલુ છે. આ યોજનામાં ખેડૂતની ઉંમર 60 વર્ષની થાય ત્યારે ખેડૂતોને પ્રતિ માસ 6000 નહીં પણ 36 હજાર રૂપિયા પેન્શન મળશે. દર મહિને આ યોજના હેઠળ ખેડૂતોને 3,000 રૂપિયા પેન્શનના ખેડૂતના ખાતામાં જમા કરાવશે. આ યોજના માટે ખેડૂતો ઓછો રસ દાખવી રહ્યાં હોવા છતાં સરકાર કોઈ પણ ભોગે આ યોજનાનો લક્ષ્યાંક ચૂકવા માગતી નથી.

આ યોજના લાગુ કરવામાં હરિયાણા નંબર વન

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંક અનુસાર પીએમ કિસાન માનધન યોજનામાં સૌથી વધારે 4,03,307 ખેડૂતો હરિયાણામાંથી જોડાયા છે ત્યારબાદ બિહારનો નંબર આવે છે. બિહારમાંથી પણ 2.75 લાખ ખેડૂતો પેન્શન યોજનામાં જોડાયા છે. ઝારખંડમાંથી પણ 2.45 લાખ ખેડૂતોએ આ યોજના માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી છે. ઉત્તર પ્રદેશમાંથી 2.44 લાખ અને છત્તીસગઢમાંથી 2 લાખ ખેડૂતો સાથે આ રાજ્ય પાંચમાં નંબરે છે.

કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર રજિસ્ટ્રેશન માટે કોઈ પણ પ્રકારની ફી લાગુ થશે નહીં. જો કોઈ ખેડૂત પીએમ કિસાન સન્માન નીધિ યોજનાનો લાભ લઈ રહ્યો છે તો તેને કોઈ દસ્તાવેજ આપવાની જરૂર નહીં રહે. ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવો હોય તો હાલમાં પૈસા ચૂકવવાની પણ જરૂર નથી. તેઓ અંશદાનનો વિકલ્પ રાખશે તો એક પણ રૂપિયો ખેડૂતના ખિસ્સામાંથી જશે નબીં. આ સ્કીમ માટે 18થી 40 વર્ષના ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

શું છે કિસાન માનધન યોજના?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળમાં આ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ આગામી 3 વર્ષમાં 5 કરોડ લધુ સીમાંત ખેડૂતોને લાભ પહોચાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યુ છે. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને 60 વર્ષની ઉંમર બાદ 3000 રૂપિયા મહિનાની પેન્શન આપવામાં આવશે.

આ યોજના સાથે જોડાયેલા ફંડના મેનેજમેન્ટની જવાબદારી સાર્વજનિક ક્ષેત્રની વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC) પાસે હશે. યોજના અંતર્ગત ખેડૂતોને દર મહિને 55 રૂપિયાથી 200 રૂપિયા જમા કરાવવા પડશે. આ યોજનામાં સરકાર તરફથી ખેડૂતોની રકમ બરાબર રકમ જમા કરાવવામાં આવશે.

યોજનાની ખાસ વાત એ છે કે પીએમ કિસાન યોજના હેઠળ અન્ય સ્કીમના આવનારા પૈસા પણ સીધા આ પેન્શન સ્કીમમાં ટ્રાન્સફર કરી શકાય છે. માનધન ખાતામાં પૈસા જમા કરાવવાની સુવિધા કોમન સર્વિસ સેન્ટર પર હશે.

આ માટે આધારકાર્ડ એ સૌથી ઉપયોગી દસ્તાવેજ છે. જો કોઈ ખેડૂત આ સ્કીમ છોડવા માગે તો તેના પૈસા ડૂબશે નહીં. આ સ્કીમ છોડવા પર બેંકો દ્વારા ચૂકવાતા વ્યાજની સમકક્ષ પૈસા રિટર્ન મળશે. જો કોઈ કારણોસર ખેડૂતનું મોત પણ થઈ જાય તો તેની પત્નીને 50 ટકા રકમ મળતી રહેશે. એલઆઈસી ખેડૂતોના ફંડને મેનેજ કરશે. જેટલું પ્રીમિયમ ખેડૂત ભરશે એટલું જ પ્રીમિયમ સરકાર જમા કરાવશે. આ પેન્શન યોજનામાં સૌથી ઓછામાં ઓછું પ્રીમિયમ 55 રૂપિયા અને વધારેમાં વધારે પ્રીમિયમની રકમ 200 રૃપિયા છે.

કેન્દ્ર સરકારનું લક્ષ્ય છે કે ખેડૂતોની આવક બે ગણી કરવી.

તેઓએ કહ્યું કે ખૂબ મહેનત કર્યા બાદ ખેડૂતોને પર્યાપ્ત કમાણી નથી. એટલા માટે તેમની કમાણીમાં વધારો કરવો જરૂરી છે. જે અમે આ યોજનાની શરૂઆત કરી.તેઓએ વધુમાં કહ્યું કે સરકાર પાંચ વર્ષમાં ખેડૂતોની આવક ને બે ગણી કરવાનું લક્ષ્ય ચાલી રહી છે.તો મારે કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્ય સાથે સતત સંપર્કમાં છે અને બધી મુખ્ય યોજનાઓ ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.

યોજના માટે નામાંકન કરાવવા કોઈપણ પ્રકારનું શુલ્ક નથી.

તો મને જણાવ્યું કે ખેડૂતોને નામાંકન કરાવવું નિશુલ્ક રહેશે. તેમણે કહ્યું કે પ્રત્યેક નામાંકન માટે ૩૦ રૂ લાગે છે જેનો બોજ સરકાર ઉપાડશે. મંત્રીએ કહ્યું કે 60 વર્ષની ઉંમર સુધી ટેન્શન કોષમાં બીપી ખેડૂતો સામેલ થશે તે સમયે તેમની ઉંમર પ્રમાણે ૫૫ થી ૨૦૦ રૂપિયા સુધી માસિક આપવાના રહેશે.અઢાર વર્ષની ઉંમરમાં આ યોજનામાં સામેલ થનાર ખેડૂતો માટે ૫૫ રૂપિયા અને ૪૦ વર્ષની ઉંમરમાં આ યોજનામાં સામેલ થનાર ખેડૂતો માટે 200 રૂપિયા માસિક હપ્તો રહેશે. જેટલો હતો ખેડૂત મિત્રો ભરશે તેટલો હપ્તો સરકાર આપશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post