‘વન નેશન, વન રેશન કાર્ડ’ અંતર્ગત લાભાર્થી કોઈપણ રાજ્ય માંથી મેળવી શકશે પોતાનું રેશન

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને સોમવારે જાહેરાત કરી હતી કે ‘વન નેશન વન રેશનકાર્ડ’ યોજનાને 1 જૂન સુધીમાં આખા દેશમાં લાગુ કરવામાં આવશે.પાસવાને મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે અમે 1 જૂન સુધી ‘વન નેશન રેશનકાર્ડ યોજના’ ને દેશભરમાં લાગુ કરીશું.આના પહેલા ૧ જાન્યુઆરીએ પાસવાને કહ્યું હતું કે સુવિધા નવા વર્ષના પહેલા દિવસે દેશના 12 રાજ્યોમાં શરૂ થશે.આ સુવિધા અંતર્ગત આ રાજ્યોના સાર્વજનિક વિતરણના લાભાર્થી કેન્દ્ર ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી પાસવાન અનુસાર તે ૧૨ રાજ્યોમાં કોઈપણ પોતાના ભાગનું રેશન પ્રાપ્ત કરી શકે છે.
આ યોજનાને ત્રણ ચરણોમાં લાગુ કરવામાં આવશે. પહેલા તેને આંધ્ર પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, ત્રિપુરા, ગુજરાત અને ઝારખંડ વગેરે રાજ્યોને સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મોટા રાજ્યોમાં પણ ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા અને છત્તીસગઢમાં પણ આ પ્રક્રિયા ચાલુ છે. આ યોજના દ્વારા દેશના કોઈ પણ ખૂણે રહેતા રેશનકાર્ડ ધારકો પોતાના કાર્ડથી સહેલાઈથી રેશન લઈ શકે છે. આપણા દેશમાં રેશનકાર્ડ લાભાર્થીઓની સંખ્યા લગભગ ૮૧ કરોડ છે.જેને દર મહિને બે રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઘઉં અને ત્રણ રૂપિયા પ્રતિ કિલોગ્રામ ચોખા આપવામાં આવે છે.
મીડિયા સાથે વાતચીત કરતાં રામવિલાસ એ જણાવ્યું કે 610 લાખ ટન અનાજ વિતરણ માટે આપવામાં આવે છે. જેના ઉપર કેન્દ્ર સરકાર 1 લાખ 78 હજાર કરોડ રૂપિયાની સબસિડી આપે છે. આ ઉપરાંત તેમણે એ પણ કહ્યું કે આખા દેશમાં લગભગ 3 કરોડ રેશન કાર્ડ ખોટા નીકળ્યા છે. સરકાર દ્વારા તેના પકડાઈ જવાથી લગભગ 3 કરોડ રૂપિયાની બચત થઈ.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…