fbpx
Thu. Sep 19th, 2019

નોકરી છોડી મામા ભાણેજની જોડી એ ફૂલોની ખેતી શરૂ કરી- થઇ જબરી કમાણી

ખેતીને નુકસાની કરાવતો વ્યવસાય ગણવા વાળા માણસોને મુહતોડ જવાબ આપનાર આ ગ્રામીણ યુવાનો ની જોડી પ્રેરણાસ્ત્રોત છે. બંને યુવાનોએ નોકરી છોડી ના પોલીહાઉસ લગાવ્યું. પોલીહાઉસમાં ફુલોની ખેતી કરીને ફક્ત સારો એવો કમાતા જ નથી પરંતુ ૨૫ લોકોને રોજગાર પણ આપે છે. વર્ષ 2016માં 4000 વર્ગ મીટર થી શરૂ કરેલા પોલીહાઉસ નું ક્ષેત્રફળ વધીને 12500 વર્ગ મીટર થઈ ગયું છે. પરંપરાગત ખેતીમાં ખર્ચ વધુ થાય છે અને આવક ઓછી થાય છે, જે કારણે ખેડૂતોના છોકરાઓ ખેતીથી દૂર રહે છે અને તેમનો ખેતીથી મોહભંગ થયો છે.

આવામાં શિક્ષિત યુવાનો પોલીહાઉસ લગાવીને ફુલોની ખેતી કરે છે તે એક મિશાલ છે. મવી કલાં ગામના નિવાસી રાજેશ પવાર એ દેહરાદૂન થી એમ કોમ અને ઉમરી ખુર્દ ગામના મોહિત ચૌધરીએ પંજાબ યુનિવર્સિટી થી એમબીએની ડિગ્રી મેળવી છે. તમને સારી નોકરી પણ લાગી ગઈ હતી પરંતુ નોકરીથી મોહભંગ થતા તેઓએ ખેતી કરવાનું શરૂ કર્યું.

તેમણે વર્ષ 2016માં 4000 વર્ગ મીટર થી પહેલું પોલીસ હાઉસ બનાવી ફુલોની ખેતી શરૂ કરી. તેની સફળતાથી ઉત્સાહિત થઈને મામા રાજેશ પવર અને ભાણિયો મોહિત ચૌધરી બંનેને વર્ષ 2017માં 8,500 મીટર નું બીજું પોલી હાઉસ બનાવી આપ્યું. તેઓ લાલ,પીળા,સફેદ,ગુલાબી વગેરે કલરના ફુલ ઉગાડે છે. એક છોડવાથી વર્ષમાં 30 થી 40 ફૂલ તોડીને વેચી શકાય. બજારમાં આની કિંમત 3 થી 4 રૂપિયા જેટલી હોય છે. ફૂલો ને તોડી નાખે તેવો દિલ્હી અને ગાજીપુર માં વહેંચે છે. પોલીહાઉસની બહાર તરબૂચ ની પણ ખેતી થઇ શકે છે.

પોલીહાઉસનું અર્થશાસ્ત્ર :-

મોહિત ચૌધરી જણાવે છે કે રાષ્ટ્રીય બાગવાની મિશન હેઠળ લગાવેલા 12500 વર્ગ મીટર પોલીહાઉસમાં અંદાજે સવા લાખ છોડવા છે. તેમાંથી 30 લાખ ફૂલ દર વર્ષે પ્રાપ્ત થાય છે. એક ફૂલના ત્રણથી ચાર રૂપિયા ગણીએ તો બધો જ ખર્ચો કાઢી ને પણ વાર્ષિક સારો એવો નફો થઈ જાય છે. પોલીહાઉસ લગાવવા અમે જે લોન લીધી છે તેનો પણ હપ્તો આમાંથી ભરાઈ જાય છે.

25 શ્રમિકોને મળે છે કામ :-

તેમણે જણાવ્યું કે પોલીહાઉસમાં અંદાજે ૨૫ જેટલા શ્રમિકો પ્રતિ દિવસ કામ કરે છે. તેમાંથી મોટાભાગે મહિલાઓ છે. તેઓ છોડવાને સાચવવા થી માંડીને ફૂલો તોડવા સુધીનું દરેક કામ કરે છે. આ મહિલાઓ હવે આ કામમાં એક્સપર્ટ થઈ ગઈ છે.

દિલ્હીમાં જનપદમાં ૪૦ થી વધુ પોલી હાઉસ લાગેલા છે. તેમાંથી ફક્ત ચાર માં જ ગુલાબ ના ફૂલોની ખેતી થાય છે. એક પોલીહાઉસમાં 5 થી 7 લોકો કામ કરી શકે છે.