ઘરમાં બાળકો એક બલ્બ નીચે ભણે છે અને વીજ કંપનીએ ગરીબ ખેડૂતને મોકલ્યું 39000 રૂપિયાનું બિલ

Share post

અવારનવાર વીજ કંપનીઓ દ્વારા ઘોર બેદરકારીઓ સામે આવતી હોય છે. આ વખતે પણ એવી જ એક ઘટના સામે આવી છે. એક ગરીબ ખેડૂતના ઘરે ૩૯૦૦૦ હજારનું વીજબીલ મોકલ્યું છે. એકતરફ કોરોના મહામારીના કારણે લોકોની આવક બંધ થઇ ગઈ છે અને બીજી તરફ આવી કંપનીઓ દ્વારા ઘોર બેદરકારી કરી રહી છે.

અરવલ્લીના અંતરિયાડ એવા મેઘરજ તાલુકાની મેઘરજની ઉત્તરે આવેલ ખાખરીયા ગામની આ ઘટના છે. આ ગામમાં કાનાભાઈ નામના ગરીબ ખેડૂત પોતાના સહપરિવાર સાથે રહે છે. અને પોતે દિનરાત ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં તેમના પત્ની અને ત્રણ બાળકો છે. ખૂબ મધ્યમ પરિસ્થિતિ અને ઓછી જમીન હોવાથી તેઓ સાદગી ભર્યું જીવન જીવી રહ્યા છે. અને પોતે શાંતિથી પોતાનું જીવન ગુજારી રહ્યા છે. આવી શાંતિ વચ્ચે વીજ કંપનીની આવી બેદરકારીના કારણે તેમની શાંતિમાં ભંગ પડ્યો છે. કાનાભાઈના ઘરમાં વીજળીનું કનેક્શન છે, પણ ફક્ત એક જ બલ્બના માધ્યમથી બાળકો અભ્યાસ કરતા હતા, એ સિવાય કાનાભાઈના ઘરમાં પંખો, ફ્રીઝ, ટીવી કે જે દરેકના ઘરમાં સામાન્ય રીતે જોવા મળતા જ હોય છે, એમાનું એક પણ વીજ ઉપકરણ કાનાભાઈના ઘરમાં નથી. તેમ છતાં વીજ કંપનીએ તેમના ઘરે ૩૯૦૦૦ હજારનું બિલ મોકલ્યું હતું.

વીજકંપની દ્વારા દર બે મહિને લાઈટ બિલ આપવામાં આવે છે, તે પ્રમાણે આ વીજ વિભાગે કાનાભાઈને ડિસેમ્બર મહિનામાં બે મહિનાનું 1700 રૂપિયા લાઈટ બિલ આપવામાં આવ્યું હતું. અને પછી અચાનક આગળના એક મહિનાનું સીધું જ ૩૨૦૦૦ નું બિલ મોકલી દીધું હતું. આ જોઇને કાનાભાઈ થંભી ગયા હતા. અને કાનાભાઈના પગ તળિયેથી જમીન સરકી ગઈ હતી. ખેડૂત કાનાભાઈએ UGVCLની કચેરીએ લેખિતમાં અરજી પણ કરી છે, પરંતુ વીજ કંપનીએ ખેડૂતનું વીજ કનેક્શન જ કાપી નાખ્યું હતું. ત્યારબાદ કાનાભાઈ તરત જ વીજ કર્મચારીની મુલાકાતે પહોચ્યા હતા.

ખેડૂત કાનાભાઈએ વીજ કર્મચારીને આજીજી કરતા કહ્યું હતું કે, મારા ઘરમાં ફક્ત એક બલ્બ સિવાય કોઈ બીજા ઇલેક્ટ્રોનિક ઉપકરણો નથી, તેમછતાં આટલું બિલ કઈ રીતે આવે? પણ ગરીબોનું કોઈ નથી એ વાત આ ઘટનાએ સાબિત કરી દીધી. અને વીજ વિભાગના માણસોએ માણસાઈ રાખ્યા વગર ખેડૂતનું વીજ કનેક્શન કાપી નાખ્યું હતું.

હાલમાં સમગ્ર દુનિયા કોરોના સામે એકજુથ થઇ લડી રહી છે. અને ખાસ ગુજરાતની પરિસ્થતિ દિવસેને દિવસે ખુબ ખરાબ બની રહી છે. એક તરફ કોરોનાના કહેરને લઈ લોકડાઉનમાં નાનાથી લઈને મોટા વિદ્યાર્થીઓ પણ શાળા કે કોલેજ જઈ શકતા નથી. ઓનલાઈન અભ્યાસ કરવો હોય તો પણ લાઈટ વગર ચાલે નહીં, પરંતુ નિર્દય અને અમાનવીય વીજ કર્મચારીઓએ કોઈનું પણ સાંભળ્યા વગર આ ગરીબ ખેડૂતનું વીજ કનેક્શન કાપી નાખ્યું હતું. એટલેથી વીજ વિભાગને જાણે સંતોષ થતો ના હોય એમ વીજ કનેકશન કાપી નાખ્યા પછી પણ બીજું 7000 રૂપિયાનું બિલ ઉમેરાઈને વધુ એક વખત 39000 હજાર રૂપિયા બિલ પધરાવી દીધું હતું.

હાલ આકરી ગરમી વચ્ચે અને અધરાપટમાં ખેડૂત કાના ભાઈ જીવન ચલાવી કરી રહ્યા છે, ત્યારે UGVCLવિભાગની બેદરકારીના કારણે ગરીબ ખેડૂત કાનાભાઈને હાલ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. એક તરફ ગરમી ચોમાસાનો સમય કોરોના મહામારી અને મચ્છરોનો ઉપદ્રવ આવી પરિસ્થિતિમાં લાઈટ વગર આખો પરિવાર દયનિય સ્થિતિમાં જીવી રહ્યો છે ત્યારે આ ગરીબ ખેડૂતને ન્યાય મળે એવી માંગ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post