અહિયાં ખેડૂતે રચ્યો ઈતિહાસ, રણમાં તરબૂચ અને વિવિધ ફળ-શાકભાજીની કરી સફળ ખેતી

હાલનો સમય એ ટેકનોલોજીનો સમય છે. વિવિધ ક્ષેત્રમાં લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છે. આની સાથે જ ખેતીમાં પણ કેટલાંક ખેડૂતો ટેકનોલોજીનો ઉપયોગ કરીને લાખોની કમાણી કરી રહ્યાં છે. હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારો ચાલી રહી છે. વિવિધ પાકો તેમજ ફળોની ખેતી કરીને ખેડૂતો મબલખ આવક મેળવી રહ્યાં છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે.
લૉકડાઉનમાં કુલ 40 દિવસનાં પ્રયોગ બાદ UAE એ સાબિત કરી બતાવ્યું છે કે, રેતીમાં પણ તરબૂચ તેમજ ગલકાં જેવાં ફળ તથા શાકભાજીની ખેતી કરી શકાય છે. UAE રણમાં ઘેરાયેલો દેશ છે. જે એનાં તાજા ફળ તથા શાકભાજીની કુલ 90% જરૂર આયાત કરીને પૂર્ણ કરે છે. એના માટે રણને ફળ તથા શાકભાજીના બગીચામાં રૂપાંતરિત કરવાની આશા કોઈ અજાયબીથી ઓછી નથી. વિજ્ઞાનીઓને રણમાં આ સફળતા લિક્વિડ નેનોક્લે પદ્ધતિ એટલે કે ભીની ચીકણી માટીને લીધે મળી છે.
40 ચોરસ ફૂટનાં શિપિંગ કન્ટેનરમાં લિક્વિડ નેનોક્લેની ફેક્ટરી બનશે :
સિવર્ટ્સને જણાવતાં કહ્યું હતું કે, કુલ 40 ચો.ફૂટનાં શિપિંગ કન્ટેનરમાં લિક્વિડ નેનોક્લેની ફેક્ટરી બનાવવામાં આવશે. આવા ઘણાં કન્ટેનર રણવાળા દેશોમાં સ્થાપિત કરવામાં આવશે. જેને લીધે સ્થાનિક માટીનો વપરાશ કરીને દેશના રણમાં પણ ખેતી કરી શકાય છે. આવા તમામ કન્ટેનરથી કુલ 40,000 લિટર લિક્વિડ નેનોક્લેનું પ્રતિ કલાકની ઝડપે ઉત્પાદન કરવામાં આવશે.
એનો ઉપયોગ UAE નાં સિટી પાર્કલેન્ડમાં કરવામાં આવશે. વિજ્ઞાનીઓનો અંદાજ રહેલો છે કે, આ પદ્ધતિમાં પાણીનો ઉપયોગ કુલ 45% સુધી ઘટી જશે. હાલમાં માત્ર 1 ચો.મીટર જમીન પર આ ટેક્નોલોજીનાં ઉપયોગની પાછળ કુલ 2 ડોલર એટલે કે, કુલ 150 રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ગરીબ દેશોમાં એનો ઉપયોગ કરવાં માટે આ કિંમત કુલ 10 ગણી ઘટાડવાની જરૂર રહેલી છે.
આ ટેક્નોલોજીનો વૈજ્ઞાનિક આધાર શું છે?
હજારો વર્ષોથી નદી કિનારે રેતાળ જમીનમાં તરબૂચ, ટેટી, કાકડી ઉગાડવામાં આવે છે. એનું મૂળભૂત કારણ એ છે કે, વરસાદ દરમિયાન તેમજ ત્યારપછી નદી ચીકણી માટીને પોતાની સાથે વહાવીને લઈ જાય છે. આ જ માટી લેયર રેતમાં ભળી જતી હોય છે. જેને કારણે આવાં પ્રકારની પેદાશ થાય છે. ઈજિપ્તમાં વિજ્ઞાનીઓએ નોંધ્યું કે, આસવાન ડેમ બાંધવાને કારણે નીલ નદીની આસપાસ પેદાશમાં ભયંકર ઘટાડો નોંધવામાં આવ્યો છે. વિજ્ઞાનીઓએ જણાવતાં કહ્યું હતું કે, ડેમમાં સિલ્ટ જમા થવા લાગ્યું હતું, જેને કારણે નદીની આસપાસ પેદાશ ઘટી ગઈ. આ કારણને શોધતી વખતે જ વિજ્ઞાનીઓને આ નવી ટેક્નોલોજી વિકસાવવામાં મદદ મળી હતી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…