કોરોના કહેર વચ્ચે આ મુસ્લિમ દેશે ખરીદી 4 હજારથી વધારે ગાય- કારણ જાણી ચોંકી ઉઠશો

Share post

કોરોના વાયરસને લીધે વિશ્વના લગભગ બધાં જ દેશોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ મહામારીએ દુનિયાની મહાસત્તાઓને પણ ઘૂંટણીયે પાડી દીધી છે. જો કે, હવે આ પરિસ્થિતિમાં ધીમે-ધીમે સુધારો થતો રહ્યો છે, અને જનજીવન ફરી પાટા પર આવી રહ્યું છે.

ત્યારે આ દરમિયાન સંયુક્ત અરબ અમીરાત એટલે, કે કોરોનાવાયરસનાં રોગચાળોને લીધે વૈશ્વિક ખાદ્ય પુરવઠો ખોરવાતા ખાદ્ય સુરક્ષાને પ્રોત્સાહન આપવાના અભિયાનના ભાગરૂપે ઉરુગ્વેથી કુલ 4,500 ડેરીએ ગાયની આયાત કરી છે. એક સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ કુલ 4,500 (Holstein) ગાયની સૌપ્રથમ ખેપ ઉરુગ્વેથી ખલિફા બંદરે આવી ગઈ છે. દૂધનાં ઉત્પાદન માટે  આ (Holstein) ગાય શ્રેષ્ઠ જાતિઓમાંની એક છે.

ખાદ્ય સુરક્ષા રાજ્ય મંત્રી મરિયમ અલ્મહેરીએ જણાવતાં કહ્યું કે, સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવાના પ્રયાસને મજબૂત કરવા માટે આ એક આદર્શ પગલું ગણાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર (Holstein) જાતિઓમાંથી ગાયોને કુલ 40 દિવસથી ઓછા રિકોર્ડ સમયમાં ખલિફા પોર્ટ પર આયાત કરવામાં આવી હતી.

UAE અને મોટાભાગના બીજાં ગલ્ફ દેશો મોટા પ્રમાણમાં ખોરાકની આયાત કરે છે, કેમ કે ત્યાંના શુષ્ક વાતાવરણને લીધે પાક અને પશુધનની ખેતી કરવી ખુબ મુશ્કેલ છે. આ ઉપરાંત, તેઓ તેમની વસ્તીને જાળવવા માટે તબીબી, ઉપભોક્તા અને ઓદ્યોગિક ઉત્પાદનો માટે પણ વિદેશી પુરવઠા પર પણ નિર્ભર રહેવું પડે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post