કાકાની ક્રિયા માંથી ઘરે પરત ફરી રહ્યા હતા અરણેજ ગામના બે યુવાન, અચાનક એવી ઘટના સર્જાઈ ગઈ કે…

Share post

કોરોના કાળમાં હાલ આ દિવાળીના પર્વ પર કોરોનાની સાથે સાથે અકસ્માતના કેસ પણ વધી રહ્યા છે. વેરાવળ તાલુકાનાં ડારી ગામમાં આજ રોજ કોડીનાર તાલુકાનાં અરણેજ ગામનાં 2 પિતરાઈ ભાઈઓ દુરનાં કાકાની ઉતર ક્રિયા હોય તેથી ડારી ગામમાં આવ્યા હતાં. તે સમયે પરત ફરતી વખતે સામેથી આવી રહેલા ટ્રેકટરએ મોટરસાયકલને હડફેટે લેતાં બંને પિતરાઈ ભાઈનું બનાવ સ્થળ પર મૃત્યુ થયું હતું.

મળેલ મહિતી અનુસાર કોડીનાર તાલુકાનાં અરણેજ ગામમાં રહેતાં લોહાણા પરિવારનાં સભ્યો કમલેશલાલ કેશવલાલ ઝુમલીયા, રમેશકુમાર મોહનલાલ ઝુમલીયા બંને પિતરાઈ ભાઈ કોડીનારથી મોટરસાયકલ લઇને પિતરાઈ કાકાની ઉતરક્રિયા હોય તેથી વેરાવળ તાલુકાનાં ડારી ગામમાં આવ્યા હતાં.

જ્યારે ઉતરક્રિયા પૂરી કરી તેમજ પાછા ફરતા વખતે મોટરસાયકલ લઇને આવતા હતા. ત્યારે સોમનાથ પાસે બાયપાસ નજીક સામેથી આવી રહેલા ટ્રેક્ટર દ્વારા મોટરસાયકલને હડફેટે લેતા બંને ભાઈઓને ગંભીર ઇજા પહોંચતા 108 મારફતે વેરાવળ તાલુકાની સરકારી હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

ત્યાં આ બંને ભાઈને સારવાર હેઠળ બન્ને ભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટનાનાં પગલે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન પી એસ આઇ ડી. જે. કડછા સાથેનો તેનો સ્ટાફ હોસ્પિટલ પર પહોંચી ગયા હતાં.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post