રાજકોટના બે યુવાનોએ એવી સિદ્ધિ હાંસલ કરી કે, ખેડૂતો સાથે દેશના જવાનોને પણ થશે સારો ફાયદો 

Share post

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ અતિભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાંથી ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સૌરાષ્ટ્રને ગૌરવનો અનુભવ થાય એવાં સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે.રાજકોટમાં રહેતાં કુ 2 યુવા એન્જિનિયરે ચીનથી આયાત થતાં ડ્રોનની ઇલેક્ટ્રિક મોટર બનાવવાનું બીડું ઉપાડીને ફક્ત 2 જ વર્ષમાં એમાં સફળતા હાંસલ કરી છે તેમજ એની પેટન્ટ રજિસ્ટર્ડ કરાવીને ફેબ્રુઆરી માસથી જ એનાં ઉત્પાદનની શરૂઆત કરી દેવાંની સાઉથ ઇન્ડિયા સહિત ઘણાં રાજ્યોમાંથી ઓર્ડરનો ઢગલો જોવા મળી રહ્યો છે.

મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવનાર મિલન હાંસલિયા નામનાં યુવા ઉદ્યોગ સાહસિકે જણાવતાં કહ્યું હતું, કે અત્યાર સુધી દેશમાં ડ્રોનનું ઉત્પાદન કરનાર કંપનીને એની ઇલેક્ટ્રિક મોટર્સ ચાઇનાથી મંગાવવી પડતી હતી. આને કારણે એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી મિત્ર જયદીપ વિરમગામાની સાથે મળીને વર્ષ 2018થી ઘર બેઠાં જ આ ઇલેક્ટ્રિકલ્સ મોટર્સનું ઉત્પાદન શક્ય બને એ દિશામાં મહેનતની શરૂઆત કરી હતી.

એમાં સફળતા મળ્યા પછી ખેતીમાં ઉપયોગી ડ્રોનથી લઇને આર્મીનાં ડ્રોનમાં માટેની ઘણાં પ્રકારની ઇલેક્ટ્રિકલ્સ મોટર્સનું ઉત્પાદન ફેબ્રુઆરી માસથી શરૂ કર્યું છે. સાઉથમાં એગ્રિકલ્ચર ક્ષેત્રમાં દવાનો છંટકાવ તેમજ બીજી કામગીરીમાં ડ્રોનનો ખૂબ જ વપરાશ કરવામાં આવી રહ્યો છે. ઇલેક્ટ્રિક મોટર્સની પેટન્ટ પણ અમે રજિસ્ટર્ડ કરી મેળવી લીધી છે.

ડ્રોન માટે ઇલેક્ટ્રિકલ્સ મોટર્સનાં ઉત્પાદનમાં સફળતા મેળવ્યા પછી ઇલેક્ટ્રિક વ્હિકલ્સમાં વાપરવામાં આવતી મોટર્સનાં ઉત્પાદન પર ધ્યાન દોર્યું છે તેમજ એના માટે સાઇકલ, ટુ-વ્હિલર, થ્રી-વ્હિલર તથા ફોર-વ્હિલરને માટે ઇલેક્ટ્રિક્સ મોટર્સ બનાવવાની શરૂઆત કરી છે . એનો પhelo પ્રયોગ સફળ થઇ ગયો છે તેમજ જરૂરી સંસ્થાગત માન્યતા મેળવ્યા પછી નવેમ્બર-ડિસેમ્બર માસમાં માર્કેટમાં લોન્ચ પણ કરી દેવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post