ખેતરમાં કામ કરી રહેલી મહિલાઓ સાથે એવી દુર્ઘટના સર્જાઈ કે, પળવારમાં જ છવાઈ ગઈ લાશો

Share post

રાજસ્થાનના કરૌલી જિલ્લામાં, ખેતરમાં કામ કરતી બે મહિલાનું ઇલેક્ટ્રિક શોર્ટને કારણે દુ:ખદાયક મોત નીપજ્યું હતું. આખો મામલો તોદાભીમ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં બુધવારે ખેતરમાં કામ કરતી વખતે ઇલેક્ટ્રિક શોર્ટના કારણે બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા, જ્યારે આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ખરાબ રીતે દાઝી ગઈ હતી.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કારૌલી જિલ્લાના તોદાભીમ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જસની ગામે મહિલાઓ માથામાં માલ લઇને ખેતરમાંથી પસાર થઈ રહી હતી. તે જ સમયે, એક મહિલા તેની ઉપરથી પસાર થતા ઇલેક્ટ્રિક વાયરથી અથડાઇ હતી. પોલીસે જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક વાયરથી અથડાયેલી મહિલાને બચાવવાના પ્રયાસમાં અન્ય એક મહિલાને પણ કરંટ લાગ્યો હતો.

આ સમગ્ર ઘટના દરમ્યાન, તે બે મહિલાઓને બચાવવાના પ્રયાસમાં બીજો એક માણસ ખરાબ રીતે દાઝી ગયો હતો. પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ સિમલા અને મનીષા તરીકે થઈ છે. બંને મહિલાઓ સબંધી છે. પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post