ટિફિન લઈને વાડીએ જઈ રહેલી બે દીકરીઓ સાથે એવી કરુણ ઘટના સર્જાઈ કે, જાણીને તમને પણ દુઃખ થશે

Share post

ખંભાળિયા તાલુકાનાં સોનારડી ગામમાં રહેતાં ક્ષત્રિય પરિવારોની ૧૭ વર્ષની બે તરુણીઓ આજ રોજ સવારનાં સમયે વાડીએ ટિફિન લઈને જતી હતી. તે સમયે રસ્તામાં આવેલાં ખાડામાં ડૂબી જવાનાં લીધે મૃત્યુ પામ્યાનાં બનાવે ભારે અરેરાટી પ્રસરી ગઈ  છે. ડૂબવા જતી તને સહેલીને બચાવવા માટે જતાં બીજી સહેલી પણ ડૂબી ગઈ હતી.

ખંભાળિયા તાલુકાનાં- દ્વારકા હાઇવે ઉપર અત્યારથી લગભગ 21 KM દૂર સોનારડી ગામમાં રહેતા તેમજ ખેત વ્યવસાય સાથે જોડાયેલા જોરુભા દેશરજી જાડેજાની ૧૭ વર્ષની પુત્રી પિયુબા તેની બાજુમાં રહેતાં ભરતસિંહ દેવુભા જાડેજાની 17 વર્ષની પુત્રી ભાગ્યશ્રીબા સાથે આજ રોજ મંગળવારનાં દિવસે સવારના સમયે લગભગ સાડા દસેક વાગ્યે વાડીએ ટિફિન લઈને જતી હતી, તે સમયે માર્ગમાં પાણી ભરેલી માટીની ખાણ પાસેથી પસાર થતા સમયે ભાગ્યશ્રીબાનો પગ લપસી ગયો અને તે ખાણમાં પડી ગઈ હતી.

ભાગ્યશ્રીને બચાવવા માટે જતા પિયુબા પણ ખાણમાં ઉતરી ગઈ. બન્નેમાંથી એકયને તરતા આવડતું ન હોવાના કારણે આ બન્ને સહેલીઓ ડૂબવા લાગી હતી. આ જોઈને આસપાસમાં કપડા ધોતી મહિલાઓએ ચીસો પાડીને આજુબાજુમાંથી લોકો બોલાવ્યા હતા અને લોકો તરત જ દોડીને ઘટના સ્થળે પહોચ્યા હતા તેમજ બંને સહેલીઓને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી અને તરત જ ખાનગી વાહનો દ્વારા અહીંયાની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

સરકારી હોસ્પિટલમાં આ બંને તરુણીઓને ફરજ પરનાં તબીબો દ્વારા મૃત્યુ પામેલી જાહેર કરવામાં આવી હતી. આ ઘટનાએ નાના એવાં સોનારડી પરિવાર સાથે ગામમાં પણ ભારે શોકની સાથે અરેરાટી પ્રસરાવી દીધી છે.

ગામનાં લોકો દ્વારા બંને સહેલીના પિતાને જાણ કરવામાં આવી હતી. બંને સહેલીના પરિવારજનો ને જાણ થતા તેના પરિવારમાં હાહાકાર મચી ગયો હતો. પોલીસ દ્વારા જોરુભા દેશરજી જાડેજાની જાણ પરથી અકસ્માત મૃત્યુ વિશેની જરૂરી નોંધ કરી અને ત્યાર પછી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post