Mon. Jul 13th, 2020

ગુજરાતના ઠેર-ઠેર વિસ્તારોમાં વીજળી પડતા 5 વર્ષની બાળકી અને ખેડૂત સહીત સાતના મોત

Share post

ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ હવામાનને લઈને સતત આગાહી કરતા રહે છે. જોકે, તેની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થાઈ છે. આ વખતે પણ અંબાલાલ પટેલે ગુજરાતમાં કઈ તારીખે કયા વિસ્તારમાં વરસાદ થશે તેની આગાહી કરી છે. હાલમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ છે અને કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ છે. આમ છતાં હજુ ઉત્તર, મધ્ય ગુજરાતના ભાગોમાં સારા વરસાદના વાવડ નથી. આગામી તારીખ 30, 31, 1 માં ગુજરાત, સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. તા.30-31માં ઘણા ભાગોમાં વધુ વરસાદની શક્યતા રહે.

ગુજરાતમાં વરસાદના લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે. જેને કારણે મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને લઇને કરવામાં આવેલી આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 64 તાલુકામાં વરસાદ વરસ્યો છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ચારેબાજુ કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. હાલ રાજકોટ જિલ્લાના સાત તાલુકામાં આજે સામાન્યથી માંડીને ચાર ઈંચ જેવો વરસાદ પડી જતા ઠંડક પ્રસરી છે. રાજકોટમાં એક વીજળી પડવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને પ્રથમ નજરે જોનારાઓના દિલના ધબકારા વધારી દે તેવો છે.

5 વર્ષની બાળકી ઉપર વીજળી પડતા મોત

વીજળી પડવાથી 5ના મોત

આ ઉપરાંત, વીજળી પડવાથી બોટાદ જિલ્લામાં એક 5 વર્ષની બાળકી અને 60 વર્ષના વૃદ્ધનું મોત નીપજ્યું છે. જ્યારે બોટાદના સરવઇ ગામે વાડીમા કામ કરતી મહિલા પર વીજળી પડતા તેનું મોત નીપજ્યું છે. જેસરમાં દોઢ ઇંચ, ભાવનગરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.જામનગર જિલ્લામાં વીજળી પડતા માતા-પુત્રના મોત જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રક્કા ખટીયા ગામે વીજળી પડતા માતા-પુત્રના મોત નીપજ્યા છે. વાડી વિસ્તારમાં વીજળી ત્રાટકતા નીતાબેન જયેશભાઇ સીતાપરા (ઉં.વ. 35) અને તેના પુત્ર વિશાલ જયેશભાઇ સીતાપરા (ઉ.વ.12)નું મોત નીપજ્યું હતું.

60 વર્ષના વૃદ્ધ ખેતરમાં હતા ત્યારે પડી વીજળી થયું મોત

વૃદ્ધ અને બાળકી ખેતરમાં હતા ત્યારે પડી વીજળી 

આ ઉપરાંત, વીજળી પડવાથી બોટાદમાં રહેતા ઘનશ્યામભાઈ નાનજીભાઈ ચૌહાણ (ઉં.વ.60) અને જાનવી વિજયભાઈ ચૌહાણ  (ઉં.વ.5) બન્ને ભાવનગર રોડ ઉપર આવેલી વાડીએ ખેતરમાં હતા ત્યારે વીજળી પડતા બંનેના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા. બંને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બોટાદ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી રસ્તાઓ પરણ પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

બોટાદના સરવઇ ગામે વીજળી પડતા મહિલાનું મોત

સરવઇ ગામે વીજળી પડતા મહિલાનું મોત

બોટાદના સરવઇ ગામે રહેતા અને વાડીમાં કામ કરતા ગુજીબેન જીવરાજભાઇ ભાટવાસીયા પર અચાનક વીજળી પડી હતી. વીજળી પડતા તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ગુડીબેનનો એક હાથ દાઝી ગયો હતો. તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

માસી ભાણેજ ના મોત થી પરિવાર માં શોક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે વિરમદળ ગામે વીજળી પડી હતી. 2 મહિલાઓ ખેતર માં કામ કરતી વેળાએ વીજળી પડતા બને મહિલા ના મોત નિપજ્યા. માસી ભાણેજ ના મોત થી પરિવાર માં શોક પ્રસરી ગયો હતો.

નાના એવા ગામ માં વીજળી પડવાના બે અલગ અલગ બનાવ બન્યા હતા. અન્ય બનાવ માં વીજળી પડતા બે મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી. બંને મહિલાને સારવાર અર્થે ખંભાળીયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બનાવમાં પમીબેન સાગા ડાંગર ઉવ.આશરે 35 અને કોમલ કરસન ડાંગર ઉવ.20 નું મોત, જ્યારે મંજુબેન ખીમાનંદ ડાંગર ઉવ.30 અને કંચન કરસન ડાંગર 20 વર્ષ હાલ સારવાર હેઠળ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post