સૌરાષ્ટ્ર-દ્વારકા સહિત આ વિસ્તારોમાં સતત આટલા દિવસ અતિભારે વરસાદની આગાહી

આખાં રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લાં ત્રણેક દિવસથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે, અને આજે અને કાલે પણ જામનગર, દ્વારકા સહિત આખાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ રાજ્ય ઉપર વેલમાર્ક લો પ્રેશર યથાવત રહેલ છે.
જેના લીધે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં જામનગર,દ્વારકા સહિતના ઘણાં વિસ્તારોમાં અને કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદ આવી શકે છે. તેમજ આ દરમિયાન પવનની ગતિ 40-60 km પ્રતિ કલાકની રહી શકે છે.
હવામાન વિભાગ મુજબ, આજે અને આવતીકાલે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર યથાવત જ રહેશે. જામનગર, દ્વારકા, રાજકોટ, કચ્છ, ગીર-સોમનાથ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દીવ-દમણ સહિતમાં અતિભારે વરસાદ પડી શકે છે.
જ્યારે 9 જુલાઈના રોજ વરસાદનાં જોરમાં ઘટાડો થશે અને થોડાં ભાગોમાં હળવાથી લઇને સામાન્ય વરસાદ આવી શકે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…