મહીસાગરનાં ગામમાં અચાનક જ ભીષણ આગ ભભૂકી ઉઠતા વહેલી સવારમાં 8 અબોલ પશુઓ મોતને ભેટ્યા

Share post

અવારનવાર આગની ઘટના સામે આવતી હોય છે ત્યારે ઘણીવાર અબોલ પશુઓના મોત પણ આગને લીધે થયા હોય એવી ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ લાડપુર ગામના એક મકાનમાં વહેલી સવારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી.

જોતજોતામાં જ બાજુમાં આવેલ મકાન પણ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. આગ લાગતાની સાથે જ લોકોમાં  નાસભાગ મચી ગઇ હતી. આની સાથે જ  મકાન નજીક ખીલે બાંધવામાં આવેલ 8 પશુના મોત નીપજ્યા હતા. આની ઉપરાંત અનાજ તથા ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈ ગામમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.

મકાનમાં આગ લાગવાનું કારણ અકબંધ :
કડાણા તાલુકામાં આવેલ લાડપુર ગામના દિનેશ લાલા ખાંટના મકાનમાં અચાનક જ આગ લાગતા પશુઓમાં દોડધામ મચી ગઈ હતી. જેને લીધે લોકોએ તરત જ પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જો કે, બે મકાનો બળીને ખાખ થઈ ગયા હતા તેમજ જેમાં ખીલે બાંધવામાં આવેલ કુલ 8 જેટલાં પશુઓના મોત થયા હતાં. મકાનમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ રહેલું છે.

અસરગ્રસ્તોએ વળતર તથા મકાનની માંગણી કરી :
મકાનોમાં આગ લાગવાની ઘટનાને કારણે કડાણા તાલુકાના અધિકારીઓ તથા પોલીસ તરત જ અસરગ્રસ્ત દિનેશ લાલા ખાંટને ત્યાં પહોંચી ગઇ હતી તેમજ અસરગ્રસ્તોને મળીને સાંત્વના પાઠવવામાં આવી હતી. આની સાથે જ પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો. આગથી અસરગ્રસ્ત પરિવારોએ જરૂરી સહાય આપવાની માંગણી કરવામાં આવી હતી. આની ઉપરાંત રહેવા માટે મકાન મળે તેની માટે તંત્ર દ્વારા ખાસ કિસ્સામાં PM આવાસ યોજનામાં આવાસનો લાભ આપવામાં આવે તે અંગેની રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચના કંબોડિયા ગામમાં 17 પશુના મોત થયા હતા :
આની પહેલા પણ 10 જાન્યુઆરીએ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ કંબોડિયા ગામના તબેલા આગ લાગતાં કુલ 16 ગાય-વાછરડાં તથા 1 ઘોડીનું મોત નીપજ્યું હતું. જ્યારે કુલ 12 ગાય-વાછરડાં દાઝ્યાં હતાં. નેત્રંગથી અંદાજે 35 કિમી દૂર ઝઘડિયામાં ફાયર સ્ટેશન હોવાને લીધે પશુઓને બચાવી શકાયાં ન હતાં. જેને લીધે પશુપાલકે પાસેમાં ફાયર સ્ટેશન બનાવવાની માંગણી કરવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post