ભેસાણમાં સાયન્સમાં ભણતા બે મિત્રો સાથે એવી ઘટના ઘટી કે, પરિવારમાં છવાઈ ગયો દુઃખનો માહોલ

Share post

અવારનવાર એવી ઘટના સર્જાતી હોય છે કે, પરિવારમાં દુઃખનો માહોલ છવાઈ જય છે. હાલ એવી જ એક ઘટના ભેસાણ તાલુકામાં બની છે. સાયન્સમાં અભ્યાસ કરતા બે યુવાનોને ક્યા ખબર હતી કે, થોડા જ સમયમાં પોતાનો જીવ જોખમમાં મુકાવવાનો છે. અને પલભરમાં જ તેઓ આ દુનિયાને અલવિદા કહેશે.

ભેસાણ તાલુકાનાં ચુડા (સોરઠ) ગામનાં બે સાથી મિત્રોનાં ચેકડેમમાં ન્હાવા જતા ડૂબી જવાનાં કારણે મૃત્યુ પામ્યા હતા. આ બનાવને લઈને આખા પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે. પરિવારમાં અને ત્યાના સ્થાનિક વિસ્તારમાં શોકનો માહોલ ઉભો થઇ ગયો હતો.

ભેસાણ તાલુકાનાં ચુડા (સોરઠ) ગામનાં રાજેશભાઈ પરસોતમભાઈ રૈયાણીનો સુપુત્ર હિમાંશુ (ઉંમર વર્ષ 18) તેમજ શાંતિભાઈ બાબુભાઈ ગોંડલીયાનો સુપુત્ર કેવિન (ઉંમર વર્ષ 18) આ બન્ને મિત્રો આજ રોજ બપોર વચ્ચે બીજા મિત્રો સાથે ચુડાથી ઢોળવાનાં જૂના રસ્તે આવેલ સાંકરોળી નદીનાં ચેકડેમમાં નહાવા માટે ગયા હતા. તે સમયે અકસ્માતે બંને યુવાનો ઊંડા પાણીમાં ડૂબી જતાં તેમને બચાવવા માટે બીજા મિત્રો દ્વારા ઘણી મહેનત કરવામાં આવી હતી, પણ તે કોશિશ નિષ્ફળ નિવડી હતી. અને પેલા યુવકનું ડૂબવાથી કમકમાટી ભર્યું મોત થયું હતું.

આ ઘટનાની જાણ થતાંની સાથે જ ગામના લોકો ચેકડેમ ખાતે દોડી ગયા બન્ને યુવાનોનાં મૃતદેહને બહાર કાઢ્યા તેમજ બન્ને મૃતદેહને પોસ્ટ મોટમ માટે ભેસાણ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં નાયમ મામલતદાર કનકસિંહ પરમાર, PSI રવિરાજસિંહ જાડેજા વગેરે હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.

બન્ને સાથી મિત્રો ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા હતા…
કેવીન ગોંડલીયા રાજકોટ શહેરની અજુરીયા શાળામાં ધોરણ 12 સાયન્સમાં અને હિમાંશુ રૈયાણી ભેંસાણની માધવ શાળામાં ધો.૧૨ સાયન્સમાં ભણતો હતો. બન્ને મિત્રોનાં પિતા ખેતીનાં વ્યવસાય સાથે જોડાયેલા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post