ખોડલધામ અને ચોટીલાથી દર્શન કરી પરત ફરી રહેલા સૌરાષ્ટ્રના પરિવારને નડ્યો ગંભીર અકસ્માત, ઘટના સ્થળે જ થયા આટલા લોકોના દર્દનાક મોત

Share post

ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં ફરી એકવાર અકસ્માતની આવી જ એક ઘટના સામે આવી રહી છે. સુરેન્દ્રનગરના પાટડી પાસે ઇકો કાર તથા ડમ્પર વચ્ચે સર્જાયેલ ભયંકર અકસ્માતમાં કુલ 7 લોકોના ઘટનાસ્થળે મોત નીપજતાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ દુર્ઘટનામાં સાંતલપુર તાલુકામાં આવેલ કોરડા ગામની બહેન એના પરિવાર સાથે ભાઈના ઘરે ગઈ હતી. ત્યાંથી દર્શનાર્થે ભાઈના પરિવાર સાથે દર્શન કરવાં માટે ગયા હતા. જો કે, આ દર્શન ભાઈ અને બહેનના આ બે પરિવારોના માસૂમ બાળકો સહિત છેલ્લા દર્શન બનીને દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતાં.

કોરડાથી પરિવાર સાથે બહેન પિયર ગઈ હતી :
કોરડામાં રહેતા તેમજ વારાહીમાં નાયીની દુકાન ચલાવતા રમેશભાઈ નાયી 2 દિવસ અગાઉ એમના પરિવાર સાથે સાળાના ઘરે રાધનપુર તાલુકામાં આવેલ નાનપુરા ગામમાં ગયા હતા. ત્યાંથી બન્ને પરિવારો બાળકો સહિત ચોટીલા માતાજીના દર્શન કરવાં માટે ગયા હતા. સવારમાં પાછાં ફરતાં સમયે ભયંકર અકસ્માત સર્જાતા બન્ને પરિવારો ગાડીમાં લાગેલ આગમાં કારમાં મોતને ભેટ્યા હતા. એક જ પરિવારનો જીવનદીપ બુઝાઈ જતાં ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

સાળા-બનેવી પરિવાર સાથે દર્શન કરવાં માટે ગયા હતા :
રાધનપુર તાલુકામાં આવેલ નાનપુરા ગામના હરેશ નાયી પરિવાર સાથે ચોટીલા તેમજ ખોડલધામ દર્શન કરવાં માટે જવાનું આયીજ્ન કર્યું હતું. તેથી બહેન તેમજ બનેવીને પરિવાર પોતાના ઘરે બોલાવ્યા હતા. ત્યારપછી બંને પરિવારો બાળકોની સાથે પિતરાઈ ભાઈની કાર લઈને રવાના થયા હતા. દર્શન કર્યા પછી મોડી રાત્રે  જમવાનું પૂરું કરીને વતનમાં માતાને કોલ કરીને આજે ઘરે પહોંચશે એવી જાણ કરવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post