ગુજરાત: પુરપાટ ઝડપે જઈ રહેલ કારને ડમ્પરે અડફેટે લેતા સર્જાયો ભયંકર અકસ્માત -આટલા લોકોના થયા મોત

સમગ્ર રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. મોટાભાગના અકસ્માત તો માર્ગ પર જ થતા હોય છે. ઘણીવખત તો કેટલાક પરિવારોને પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવતો હોય છે. હાલમાં પણ અકસ્માતની આવી જ એક ઘટના સામે આવી રહી છે.
લોહારીથી કક્ષી બાજુ જતા રસ્તા પર આવેલ ટાણા ફાટેના વળાંકે બપોરનાં 3.45 વાગ્યે કાર તથા ડમ્પરની વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કુલ 2 લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે કુલ ૩ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મળી રહેલ જાણકારી પ્રમાણે કાર નંબર GJ-06-HD-7960 તથા ડમ્પર MP-69-H-0129ની એકસાથે ભયંકર ટક્કર સર્જાઈ હતી.
કારમાં સવાર પાંચ લોકોમાંથી કુલ 2 લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા છે. જ્યારે કુલ ૩ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.આ ઘટનાની જાણ થતાની સાથ જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી તેમજ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
લોકોએ કહ્યું હતું કે, કારમાં સવાર લોકો ઉજજૈન દર્શન કરીને વડોદરા પાછા ફરી રહ્યાં હતા. હાલમાં ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા પછી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં હર્ષિત તથા કૌશિક નામના વ્યક્તિનાં મોત નીપજ્યા છે. જ્યારે ગુડ્ડુ, મિતૂષ તથા ભાવેશ ઇજાગ્રસ્ત થયા છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…