આજથી 3 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી, જાણો કેવો પડશે વરસાદ?

Share post

હવામાન વિભાગ દ્વારા બુધવારે કચ્છ અને દેવભૂમિ દ્વારકા તથા ના વિસ્તારોમાં બુધવારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની નજીક સમુદ્રમાં લૉ-પ્રેશર સર્જાયું હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં પણ અતિભારે વરસાદ થઈ રહ્યો છે, જે હજુ પણ ચાલુ જ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજથી આગામી 3 દિવસ સુધી સૌથી મોટી ઘાત રહેલી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત સૌથી વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

કારણ, કે સૌરાષ્ટ્રની આજુબાજુ હવાનું હળવું દબાણ સર્જાયું છે. જેને લીધે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, કચ્છ સહિત વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયા કિનારે વસતા લોકોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે, જ્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના ઘણાં વિસ્તારોમાં છેલ્લા 2-3 દિવસથી સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન બન્યા હોય એવું લાગી રહ્યું છે. ઘણાં વિસ્તારોમાં સિઝનનો અડધો કે તેનાથી વધુ વરસાદ એક સાથે જ ખાબકી ગયો છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ પર વેલ માર્ક લૉ પ્રેશર અને સાઇક્લોનિક સર્ક્યુલેશન એમ 2 સિસ્ટમ એકસાથે જ સક્રિય થતાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 દિવસ અતિભારે વરસાદ પછી 9 જુલાઇથી ક્રમશ: વરસાદનું જોર ઘટશે. બીજી બાજુ વરસાદને પગલે જૂનાગઢના ગીરનારમાં ઝરણા ફરી જીવંત થયા છે.

અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.જો, ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધીમાં સરેરાશ 27 % વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 25 % જ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં કુલ 49%, કચ્છમાં કુલ 51%, મધ્ય ગુજરાતમાં કુલ 16%, દક્ષિણ ગુજરાતમાં કુલ 17 % જ્યારે ઉત્તર ગુજરાતમાં સિઝનનો કુલ 14 % વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

ભારે વરસાદને લીધે સૌરાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસમાં નીચાણવાળા વિસ્તારોમાંથી કુલ 1,000 લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. જામનગરમાં NDRFની ટીમે રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી. સૌરાષ્ટ્રમાં NDRFની કુલ 6 ટીમમાંથી તો દક્ષિણ ગુજરાતમાં કુલ 3 ટીમ તહેનાત છે.

બીજી તરફ રાજ્યમાં ક્રમશ: પડેલા વરસાદની વાત કરીએ તો, રાજકોટ સહિત આખાં સૌરાષ્ટ્રમાં મેઘમહેર ચાલી રહી છે. રાજકોટ જિલ્લામાં મોટી પાનેલીમાં કુલ 13 ઇંચ, ઉપલેટા કુલ 5 ઇંચ, દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે કુલ 4 ઈંચ વરસાદ પડતા 24 જ કલાકમાં કુલ 16 ઈંચ, જામનગર જિલ્લાના જામજોધપુરમાં કુલ 7 ઇંચ અને લાલપુરમાં કુલ 4 ઈચ, દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં કુલ 12 ઈચ,(બે દિવસમાં કુલ 17 ઈંચ્) , ભાણવડમાં કુલ 10 ઇંચ, કલ્યાણપરમાં કુલ 9 ઇંચ અને જામરાવલમાં 24 જ કલાકમાં કુલ 6 ઈંચ વરસાદ પડયો હતો.

દ્વારકા જિલ્લામાં આવેલ ખંભાળિયામાં આજે વધુ 12 ઈંચ કુલ 420 મીમી, કલ્યાણપુરમાં કુલ 224 મીમી, ભાણવડમાં કુલ 223 મીમી, દ્વારકામાં કુલ 104 મીમી વરસાદ નોંધાયો હતો. જામનગર જિલ્લાનાં કાલાવડમાં કુલ 102 મીમી, જામજોધપુરમાં કુલ 215 મીમી, જોડીયામાં કુલ 82 મીમી, ધ્રોલમા કુલ 50 મીમી,લાલપુરમાં કુલ 230 મીમી ,જામનગરમાં કુલ 189 મીમી, ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનારમાં કુલ 6 મીમી, ગીરગઢડામાં કુલ 11 મીમી, તાલાલામાં કુલ 8 મીમી, વેરાવળમાં કુલ 6 મીમી અને સુત્રાપાડામાં કુલ 8 મીમી વરસાદ નોધાયો હતો. ડોળાસામાં કલુ 1 ઈચ વરસાદપડયો હતો.

જૂનાગઢ જિલ્લાનાં કેશોદમાં કુલ 35 મીમી, જૂનાગઢમાં કુલ 54 મીમી, ભેંસાણમાં કુલ 31 મીમી, મેંદરડામાં કુલ 45 મીમી, માંગરોળમાં કુલ 39 મીમી, માણાવદરમાં કુલ 126 મીમી, માળીયામાં કુલ 49 પીમી, વંથલીમાં કુલ 83 મીમી, વિસાવદરમાં કુલ 26 મીમી વરસાદ નોધાયો હતો. મનગર નજીકના દરેડ ગામે નદીના ધુનામાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાં આજે ગાંડીતુર બનેલ રંગમતી નદીના પાણી ઘુસ્યા હતાં. જેને લીધે મંદિરમાં જવાનો રસ્તો બંધ થયો હતો. આ મંદિરના પ્રાંગણમાંથી જ જામનગર શહેરના રણમલ તળાવમાં રંગમતીમાં પાણી લાવતી નહેરનો આરંભ થાય છે. જેથી, આ નહેર મારફતે શહેરના રણમલ તળાવમાં પરંતુ પાણીની જબ્બર આવક થવા પામી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post