અમદાવાદ સહીત ગુજરાતના આ વિસ્તારોમાં આવનારા બે-ત્રણ દિવસ રહેશે સૌથી ભારે વરસાદ

Share post

હાલમાં સમગ્ર રાજ્યમાં ચોમાસાંમાં પડી રહેલ અતિભારે વરસાદને કારણે તમામ નદીઓમાં નવાં નીરનું આગમન થયું છે. આની સાથે જ ઘણાં ચેકડેમો પણ ઓવરફલો થઈ ગયાં છે. ઘણીવા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે. આવાં જ એક સમાચાર હાલમાં સામે આવી રહ્યાં છે.

સમગ્ર રાજ્યમાં ઓગસ્ટ માસમાં અતિભારે વરસાદ પડતાં ઘણાં વિસ્તારોમાં નદી-નાળા છલકાઈ ગયાં છે. ગયા સપ્તાહમાં અતિભારે વરસાદે વિરામ લીધો હતો પણ ફરીથી છેલ્લા ઘણાં દિવસથી દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. બીજી બાજુ હજુ કુલ 2 દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યના ઘણાં વિસ્તારમાં અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે.

વરસાદી સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા કુલ 2-3 દિવસથી રાજ્યમાં ફરીવાર વરસાદનો માહોલ સર્જાયો છે. રવિવારના રાજ્યનાં ઘણાં તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા કુલ 2 દિવસ દરમિયાન અતિભારે વરસાદ પડવાંની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છનાં ઘણાં વિસ્તારોમાં અતિભારે વરસાદ આવશે.

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદનો માહોલ સર્જાયો છે. ધીમીધારે શહેરના જુદા-જુદા વિસ્તારમાં વરસાદ આવી રહ્યો છે. બોપલ, SG હાઇવે, સેટેલાઇટ, વસ્ત્રાપુર, જજીસ બંગલો, નારણપુરા, ઘાટલોડિયા, મોટેરા, સાબરમતી, ચાંદખેડા, નરોડા, મેમ્કો, વિરાટનગર, મણિનગર, વટવા, મણિનગર, વસ્ત્રાલ સહિત ઘણાં વિસ્તારોમાં વરસાદ આવી રહ્યો છે.

વિઝીબિલિટી ઓછી હોવાંને કારણે રસ્તા પર વાહનચાલકોને ઘણી મુશ્કેલી પડી રહી છે. 31 ઓગસ્ટનાં રોજ બનાસકાંઠા, સુરત, નવસારી, જામનગર, દ્વારકા, કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જૂનાગઢ તેમજ મોરબીમાં અતિભારે વરસાદ આવશે.

પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ તેમજ દિવ-દમણમાં અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.1 સપ્ટેમ્બરનાં રોજ બનાસકાંઠા, પાટણ, મોરબી તથા કચ્છમાં અતિભારે વરસાદ આવશે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત, નવસારી, વલસાડ, દમણ તથા દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post