fbpx
Sat. Nov 16th, 2019

તુલસીની ખેતી કરી 3 મહિને 3 લાખ રૂપિયાની કમાણી થશે

નેચરલ પ્રોડક્ટ અને દવાઓનું બજાર એટલું મોટું છે કે આવા પ્રોડક્ટ હંમેશા માંગ માં રહે છે,જેથી મેડિસિન પ્લાન્ટ ની ખેતી નો બિઝનેસ ખૂબ જ ફાયદાકારક છે. આ ધંધામાં રોકાણ ખૂબ જ ઓછું છે પરંતુ લાંબા સમય સુધી ફાયદો આપતું રહે છે. મેડિસિનલ પ્લાન્ટ ની ખેતી કરવા લાંબા ખેતરો ની જરૂર નથી અને મોટા રોકાણની પણ જરૂર નથી. ખેતી શરૂ કરવા માટે તમારે અમુક હજાર રૂપિયાની જરૂર પડશે પરંતુ લાખોમાં કમાણી થશે.

મોટાભાગના હર્બલ પ્લાન્ટ જેવાકે તુલસી અને એલોવેરા ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. તેમને નાના-નાના કુંડામાં પણ રોપી શકાય છે. હાલના સમયમાં એવી દવાની કંપનીઓ પણ છે કે જે આ ઉત્પાદનને કોન્ટ્રાક્ટ પર ખરીદી લેશે.

3 મહિનામાં 3 લાખની કમાણી :-

સામાન્ય રીતે તુલસીને ધાર્મિક દ્રષ્ટિથી જોવામાં આવે છે,પરંતુ તેના કેટલાક ઓપચારિક ગુણો પણ છે.જેને કારણે તુલસીની ખેતી કરીને લાખો રૂપિયા કમાઈ શકાય છે. તુલસીના ઘણા બધા પ્રકાર હોય છે, જેમાં યુજીનોલ અને મિથાઇલ સીનામેંટ હોય છે. તેનો ઉપયોગ થી કેન્સર જેવી ભયાનક બીમારી નો પણ ઉપચાર કરી શકાય છે. 1 હેક્ટર તુલસી ઉગાડવા માટે 15 હજાર રૂપિયાનો ખર્ચ થશે. 3 મહિનામાં આ પાક 3 લાખ રૂપિયાનો વેચાઇ શકે છે.

તુલસીની ખેતી માટે પતંજલિ,ડાબર,વૈધનાથ જેવી આયુર્વેદિક દવા બનાવતી કંપની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવી રહી છે. જે પાકને પોતાનો માધ્યમથી જ ખરીદી લે છે. તુલસી ના બી થી બનતા તેલનું પણ મોટું બજાર છે.

જરૂરી છે ટ્રેનિંગ :-

મેડિસિનલ પ્લાન્ટ ની ખેતી કરવા માટે તમારી પાસે જરૂરી ટ્રેનિંગ હોવી આવશ્યક છે. લખનૌ સ્થિત સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિસિન એન્ડ એરોમેટિક પ્લાન્ટ આ છોડ ના ઉત્પાદન અંગે ટ્રેનિંગ આપે છે.