“ટ્રમ્પે ભારતને વિશ્વની આ યાદી માંથી કાઢી નાખ્યું, તેમ છતાં મોદી ટ્રમ્પને ભારત લાવી રહ્યા છે” જાણો કોણે કહ્યું?

Share post

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવવાના છે. ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીના રોજ ભારત આવશે અને આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ તેમજ નવી દિલ્હીની મુલાકાત લેવાના છે. ટ્રમ્પની આ યાત્રા પર શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કેન્દ્ર સરકાર બરાબર આડા હાથ લીધી છે.

ટ્રમ્પની આ યાત્રા પર શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં લખ્યું છે કે, ભારતમાં ટ્રમ્પનું જોરદાર સ્વાગત કરવા માટે લાલ જાજમ પાથરવામાં આવી રહી છે, અમેરિકાના રાષ્ટ્ર અધ્યક્ષ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના મનમોજી વ્યવહાર માટે ઘણી વાર ચર્ચામાં રહ્યા છે. દસ દિવસ પછી ભારતની મુલાકાતે આવનાર ટ્રમ્પે ફરી તેમના આ જ સ્વભાવનો વધુ એક પરિચય આપ્યો છે. જોકે આ વખતે તેમનો આ વ્યવહાર બોલવાના કારણે નહીં પરંતુ કૃત્યના આધારે સામે આવ્યો છે. ભારતે ટ્રમ્પના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ કરી છે. આ દરમ્યાન અમેરિકાએ વિકાસશીલ દેશોની યાદીમાંથી ભારતનું નામ હટાવી દીધું છે. વિશ્વ વ્યાપાર સંગઠનના ખભે બંદૂક મૂકીને અમેરિકાની વ્યાપાર પ્રતિનિધિ સમિતિએ વિકાસશીલ દેશોની યાદીમાંથી ભારતનું નામ અલગ કરી દીધું છે. તેને ભારતને મોટો આર્થિક ઝાટકો કહી શકાય છે

ભારતીય વેપારીઓને ટ્રમ્પે આપ્યો જબરદસ્ત ઝટકો

શિવસેનાએ પોતાના મુખપત્ર સામાનામાં લખ્યું છે કે, વિકાસશીલ દેશ હોવાના કારણે ભારતને અત્યાર સુધી તેમના ઉત્પાદન અને નિકાસ માટે અમેરિકામાંથી ખૂબ મોટી ટેક્સ છૂટ મળતી હતી. પરંતુ હવે ભારતને અમેરિકામાં થતા વેપારમાં જબરદસ્ત ઝટકો મળ્યો છે. અમેરિકાથી ટેક્સમાં સબસિડી મળવાના દરવાજા બંધ થઈ ગયા હોવાના લીધે કેટલીય વસ્તુઓના નિકાસ હેતુ ભારતને મોટી રકમ ખર્ચ કરવી પડશે. માત્ર અમેરિકા જ નહીં પરંતુ દેશના બધા વૈશ્વિક વેપારીઓને પણ આ નિર્ણયનું ખરાબ પરિણામ ભોગવવું પડશે.

ઘણાં વિકાસશીલ દેશોને ટ્રમ્પનો જબરદસ્ત ઝટકો

શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, વિકાસશીલ દેશોને વિશ્વ વેપાર સંગઠન વેપાર વૃદ્ધી માટે સબસિડી અથવા સુવિધાઓ આપે છે. આ બધી સગવડઓ ટ્રમ્પના આંખની કણી બની હતી. જેના કારણે ભારત, ચીન અને દક્ષિણ કોરિયા સહિત ઘણાં દેશોને વિકાસશીલ દેશોની યાદીમાંથી અમેરિકાએ બહાર કરી દીધા છે

‘કેમ છો ટ્રમ્પ’નો ભવ્ય કાર્યક્રમ

શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં લખ્યું છે કે, આ આકરા નિર્ણય પછી ટ્રમ્પ પ્રશાસને ભારત મુલાકાત માટે ખોટા સમયની પસંદગી કરી છે. કોઇપણ રાષ્ટ્રનો પ્રમુખ જ્યારે બીજા દેશની યાત્રા પર જાય છે ત્યારે થોડુંક સકારાત્મક કરવાનો રિવાજ છે. જૂના જમાનામાં રાજા-મહારાજા સમયે મિઠાઈનું બોક્સ મોકલવાનું ચલણ હતું. આજે પણ આ રિવાજ કઈક અલગ રીતે નીભાવવામાં આવી રહ્યો છે.જોકે અમેરિકા આ પરંપરાને તોડી દીધી છે. 24 ફેબ્રુઆરીએ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ના આધારે અમદાવાદમાં ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ થવાનો છે. બીજા દિવસે ટ્રમ્પ પાટનગરની મુલાકાત લેવા દિલ્હી પહોંચશે.

ટ્રમ્પે મિઠાઈની જગ્યાએ આપ્યું કડવું કારેલું

શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં લખ્યું છે કે, ટ્રમ્પના સ્વાગત માટે ભારતમાં સ્વાગત દરમિયાન કોઈ કમી ન રહે તે માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર યુદ્ધના સ્તરે કામ કરી રહી છે. ખુદ વડાપ્રધાન મોદી પણ દરેક વાત પર સુક્ષ્મ રીતે નજર રાખી રહ્યા છે. ટ્રમ્પની આ મુલાકાથી ભારત અને અમેરિકાના સંબંધો વધારે મજબૂત થશે તેવી આશા રાખવામાં આવતી હતી પરંતુ ટ્રમ્પે ભારતને મીઠાઈ આપવાની જગ્યાએ વૈશ્વિક વેપાર ક્ષેત્રે ભારતને ઝટકો આપનાર નિર્ણય લઈને કડવા કારેલાનો પટારો ભારતને ભેટ કરી દીધો.

અમેરિકામાં આ વર્ષના અંતમાં અધ્યક્ષ પદની ચૂંટણી થવાની છે. ચૂંટણી જીતવા માટે અમેરિકનોના મનને જીતવાનું એકસૂત્ર કાર્યક્રમ ટ્રમ્પે ચલાવ્યું છે. તેથી જ તેમણે અમેરિકન કંપનીઓનું નુકસાન ઓછું કરવા ભારતીય ઉદ્યોગપતિઓની કમર તોડી નાખે તેવો નિર્ણય લીધો છે.

ભારતમાં 28 ટકા વસતી ગરીબ

શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાએ લખ્યું કે, વિકસિત દેશ બતાવતા તાળીઓ વગાડવી હોય તો ભારતની 28 ટકા પ્રજા આજે પણ વિન્નાવસ્થામાં રહે છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી, સ્વચ્છતા અને ગરીબી નિર્મૂલન જેવા તમામ ક્ષેત્રોમાં વિકસિત દેશોની તુલનામાં ભારત માઇલો દૂર છે. વિકસિત હોવાનું બાકી છે અને વિકાસશીલ હોવાના લીધે મળનાર લાભ પણ બંધ થઇ ગયા. જો કે મોદી અને ટ્રમ્પની પાક્કી દોસ્તીને જોતા ટ્રમ્પે વિકાસશાલી દેશોના દરજ્જાને નીકાળી લેવાના જે કડવા કારેલા મોકલ્યા છે, આપણા વડાપ્રધાન તેને મીઠાઇમાં રૂપાંતરણ કરવામાં સફળ થશે, એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં કોઇ આપત્તિ નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…