fbpx
Thu. Nov 14th, 2019

ટ્રેકટરથી ચાર ગણી ઓછી કિંમતે મળશે આ મશીન, ટ્રેકટરના બધા કામ કરશે- જાણો ક્યાંથી મળશે

સમય બદલાવાની સાથે સાથે આજકાલ ખેડૂતો પણ આધુનિક થતા જાય છે. અને આધુનિક ખેડૂતો પાસે ટ્રેકટરો ખૂબ જ જરૂરી થઈ ગયું છે. પરંતુ ટેકટર લેવાની ક્ષમતા બધા ખેડૂતોની હોતી નથી. જેથી બધા કિસાન ભાઈ ટ્રેક્ટર ખરીદી પણ નથી શકતા. જો ખેડૂત ટ્રેક્ટર ખરીદવાનું વિચારે તો પણ તેને ઓછામાં ઓછા ચાર લાખ રૂપિયાનો ખર્ચવા જ પડે છે.

ખેડૂત ભાઈઓ ગુજરાતના ખેડૂતો માટે આજે અમે એક એવા સાધન ની વાત કરીશું, જેનાથી ટેકટર કરતાં ચાર ગણા ઓછા ભાવે તમે ટેકટર થી પણ વધુ સારા કામ કરી શકશો. હા, અમે ગુજરાતની ત્રિશુલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ ત્રિશુલ ફાર્મ માસ્ટર ગાડી ની વાત કરી રહ્યા છીએ.

ત્રિશુલ ફાર્મ માસ્ટર મશીન ની જાણકારી આ પ્રમાણે છે:

આ મશીનમાં 500 CC નું એન્જીન આવેલું છે, જે ફોર સ્ટ્રોક નું છે. આ મશીન ની  લંબાઈ 7.5 ફૂટ, પહોળાઈ 3 ફૂટ, ઊંચાઈ 4 ફૂટની છે. આ મશીન નો વજન 440 કિલોગ્રામ છે .આ મશીનની ગ્રાઉન્ડથી ઊંચાઈ લગભગ 10 ઇંચ જેટલી છે. આ મશીન નું એન્જિન એક સિલિન્ડરવાળું છે. એન્જિન નો પ્રકાર એર કૂલ્ડ એન્જીન છે. આ એન્જીન ના RPM 3000 છે, જે ઘણું સા રું છે. એક કલાકમાં 650 મિલી. ડીઝલ ઉપયોગ કરે છે. તેમાં 4 આગળ ના ગિયર અને એક રિવર્સ ગિયર પણ છે. 14 લીટર ડીઝલ ક્ષમતાની ટાંકી આપવામાં આવેલ છે..

મોટરસાયકલ જેવું લાગવા વાળુ ના ટેકટર એક નાના ખેડૂત ના બધા જ કામ કરી શકે છે. ત્રિશુલ ફાર્મ માસ્ટર થી તમે તમારા ખેતરમાં ખેતી, વાવણી, ભાર વહન કરવું, કીટનાશક છાંટવો વગેરે કામ કરી શકો છો જે ખેડૂતો નું કામ ખૂબ જ સરળ બનાવી દે છે આ સાધન ની કિંમત લગભગ એક લાખ 45 હજાર રૂપિયા છે.

આ સાધન ખરીદવા માટે તમે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘોડાવદર રોડ પર આવેલા શો રૂમ પરથી ખરીદી શકો છો. શોરૂમ નો નંબર 9825233400 છે.

આ માહિતી વધુને વધુ શેર કરો ????????

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <— <—

ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……