fbpx
Sat. Jul 20th, 2019

આ ગાડી 1 લીટર પેટ્રોલમાં ચાલશે 1800 કિલોમીટર, તમે પણ બનાવી શકો છો આ રીતે

શું તમે એક એવી ગાડી વિશે કલ્પના કરી શકો છો, જે ફક્ત એક લિટર પેટ્રોલમાં 1852 કિલોમીટર ચાલી શકે છે. ગાડી નું નામ છે : ultron ( અલટ્રોન ) આ ગાડી બનાવવા માટે કેટલાક સ્ટેપ નીચે બતાવેલા છે.

સ્ટેપ 1.

અલટ્રોન, 258 સેમિમીટર લંબાઈ, 100 સેમિમીટર પહોળી, અને અંદાજે 80 સેમિમીટર ઉંચાઈ. જે વધારેમાં વધારે 35 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડમાં ચાલી શકે છે. કારનું વજન ફક્ત 80 કિલોગ્રામ છે. કારનું બોડી બનાવવા માટે ફાઇબર ગ્લાસ અને એલ્યુમિનિયમ નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અલટ્રોન માં ૧૨ વોલ્ટ ની બેટરી નો ઉપયોગ થાય છે. આ બેટરી 10 એમપીઅર કરંટ આપે છે. અમારો આ પ્રોજેક્ટ ફક્ત 70 હજાર રૂપિયામાં પૂરો થઈ જાય છે. અલટ્રોન 3 ટાયર વાળી કાર છે. આ ગાડી ફક્ત એક પેસેન્જર માટે બનાવવામાં આવી છે. આ કાર બનાવવા માટે તે જ પદ્ધતિનો ઉપયોગ થાય છે કે જે એ બીજી બધી સામાન્ય કાર બનાવવા થાય છે. આ કાર ચલાવવા માટે મધ્યમ ગુણવત્તા નું એન્જીન ઉપયોગમાં આવે છે.

સ્ટેપ 2:

જરૂરી સાધનસામગ્રી.
1. લાંબી અને મજબૂત એલ્યુમિનિયમ સ્ટીલ

2. ફાઇબરગ્લાસ

3. ઊંચા વોલ્ટ ની બેટરી

4. જૂની ગાડીનું એન્જિન

5. સીટને વાળવા માટે સાધનો

6. ડાયનેમો

7. મોટર

8. પૈડા.

સ્ટેપ 3:

ધ્યાન આપવા જેવી યોગ્ય વાતો. સૌપ્રથમ તમારે શીખવું જોઈએ કાર એન્જીન વિશે અને આ એન્જિન કાર માં કેવી રીતે ફિટ થશે. ત્યારબાદ તમારી ઇચ્છા પ્રમાણે કારનું structure તૈયાર કરી શકાય. ત્યારબાદ સાધુને સામગ્રીને પોતપોતાની જગ્યાએ ફિટિંગ કરો. આ બધી સાધનસામગ્રીમાં આપણે કાર નો વજન તેના વિશે પણ ધ્યાન રાખવું જરૂરી છે. આપણે આપણી કારણે ખૂબ જ સુવિધાજનક બનાવવાની છે જેના કારણે ઉપયોગ કરવામાં કોઇ પરેશાની ન થાય.

સ્ટેપ: 4

કેવી રીતે બનાવવી.???

સૌપ્રથમ એક લાકડાનો કટકો લો. તેમાં ત્રણ પૈડાં, પાઇપ, સ્ક્રુ વગેરે લઈને લાકડાની પ્લેટ ઉપર સેટ કરો. પૈડા ફિક્સ કરીને ડ્રાઇવરની સીટ ને પણ ફિક્સ કરો.

સ્ટેપ: 5 એન્જિન

પ્લેટફોર્મ પૂરેપૂરું ફિક્સ થઈ ગયા પછી આપણે એન્જિન ફિક્સ કરવાનું છે. તમે કોઈપણ ઓટો રીક્ષાનું અથવા પેટ્રોલ એન્જિન લેવું પડશે. બને ત્યાં સુધી એને સસ્તુ લેવાનો પ્રયાસ કરવો. હવે મોટરને પૈડા સાથે જોડો. તમે ડાયનેમો નો ઉપયોગ પણ કરી શકો છો. ત્યાર પછી એન્જિનને ડ્રાઇવર સીટની પાછળ લગાવો. જૂનું એન્જિન ને લગાડતા પહેલા એક વાર ચેક કરો કે તે ચાલુ છે કે બંધ. એન્જિનને સાફ કરો અને તેમાં ઓઇલ પણ કરો. હવે બલ્બ અને હોર્ન કનેક્ટ કરો. બેટરીને ટર્મિનલ સાથે સીધેસીધા પૈડા ની પાસે લાગેલા ડાયનેમો સાથે જોડો, તેનાથી એક્સ્ટ્રા એનર્જી પ્રાપ્ત થશે.

સ્ટેપ : 6 કારની છત બનાવો..

કારની છત બનાવવા માટે તમે એલ્યુમિનિયમની પ્લેટનો ઉપયોગ કરી શકો છો. એલ્યુમિનિયમની પ્લેટ ઉપર ગાડીના આકાર કરીને તેને કાપી શકો છો. સપોર્ટ માટે રબરનો ઉપયોગ કરો, અને તેમાં ફાઇબર ગ્લાસ ફિટ કરો. શીટ ને વેલ્ડીંગ કરીને વધેલો ભાગ કાપી નાખો. ત્યારબાદ ગાડીના બધી બાજુથી બધા સાધનો સારી રીતે એક ફિક્સ કરી દો.

આમ તમે તમારી સ્વહસ્તે બનાવેલી ગાડી નો આનંદ લઇ શકો છો. છે ફક્ત એક લિટર પેટ્રોલમાં ૧૮૦૦ થી વધુ કિલોમીટરનું અંતર કાપે છે.