ખેડૂતોને સારી આવક આપતી છાણમાંથી તૈયાર થતા હારની પરંપરા થઇ રહી છે લુપ્ત

હાલમાં ટેકનોલોજી આવી જતાં માનવી પ્રાચીન પરંપરાને ભૂલી જ ગયો છે. ઘણી એવી પ્રાચીન પરંપરા રહેલી છે કે જેમણે આજના માણસો સાવ ભૂલી જ ગયાં હોય એવું લાગી રહ્યું છે. આવા જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.એક સમયે ગ્રામ્ય વિસ્તારોમાં હોળીનો ઉત્સવ પાસે આવે ત્યારે ભીંત પર થાપવામાં આવેલ નાના છાણા ધ્યાન ખેંચી લેતાં હતાં. આ છાણાની વચ્ચે છેદ પાડીને સુકાઇ જાય ત્યારે નાડાછડી બાંધીને હાર તૈયાર કરવામાં આવતો હતો.
હોળીનાં ઉત્સવનાં આગમનનાં એંધાણ આપતી આ પરંપરા બદલાઈ જતાં સમયની સાથે લૂપ્ત થતી જોવાં મળી રહી છે.નાની બાલિકાની ગ્રામીણ માતાને માટે દિકરીને છાણા થાપતાં શિખવવાની આ તાલીમ જેવું પણ હતું. નાના છોકરાઓ સૂકાઇને તૈયાર થયેલ છાણાનાં હારને મસ્તી માટે ગળામાં પહેરીને ધમાચકડી મચાવતાં હતાં. આજે પણ અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારોમાં છાણાનાં હારડા કાચી માટીનાં ઘરની પાછળની બાજુ કયાંક લટકતાં જોવાં મળે છે પન જન સામાન્યમાંથી આ પ્રથા સાવ ભુલાઇ ગઇ છે.
છાણામાંથી બનતાં આ હારડાઓને રાજસ્થાનમાં ભરભોલીયા કહેવામાં આવે છે. એક ભરભોલીયામાં કુલ 7 છાણા રહેલાં હોય છે. બહેન ભાઇનાં માથા પર ફેરવીને નજર ઉતારીને હોળીની અગ્નિમાં સ્વાહા કરી દે છે.ખેતી તથા પશુપાલન સહજ વ્યવસાય હતાં ત્યારે આ ભરભોલિયા પણ હાથવગા હતાં. આ ભરભોલીયા હોળી એસેસરીઝનાં રુપે બજારમાં મળતી ચીજ બની ગયા છે.
ગુજરાત રાજ્ય કરતા રાજસ્થાનમાં આ પ્રથાનું ચલણ વધારે રહેલું છે. બિકાનેરમાં આવેલ દમ્માણીયા ચોક તથા બાર ગુવાડ ચોકમાં ગ્રામ્ય વિસ્તારમાંથી ભરભોલિયા વેચનારને સારી એવી કમાણી થાય છે. શહેરમાં આવીને નવા દેખાઈ રહેલાં નાગરીકો ભરભોલિયાની ખરીદી કરીને પોતાનાં ગ્રામીણ જીવનનાં અતિતને યાદ કરતી હોય છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…