અહીં ટચ કરી જાણો ગુજરાતના ખૂણે-ખૂણે કેટલો વરસાદ પડ્યો

Share post

મોરબી જિલ્લામાં સોમવારના રોજ વહેલી સવારથી જ મેઘસવારી રહેતા 10 પૈકી 7 ડેમોમાં નવા નિરની આવક થઈ છે. જેમાં બંગાવડી ડેમ તો ઓવરફ્લો થયો હોવાનું જાણવા મળે છે. ઉપરાંત જિલ્લાના તમામ 10 ડેમો તેની સંગ્રહશક્તિની સાપેક્ષે 28.62 ટકા ભરાયા હોવાનું તંત્રએ જાહેર કર્યું છે મોરબી જિલ્લાના જે 7 ડેમોમાં નવા નિરની આવક થઈ છે. જેની વિગતો જોઈએ તો મચ્છું-1 ડેમમાં 2.24 ટકા નવું પાણી આવતા પાણીનો કુલ જથ્થો 25.44 ટકા થયો છે.

આવી જ રીતે મચ્છું-2 ડેમમાં 0.61 ટકા પાણીનો જથ્થો ઉમેરાતા કુલ જથ્થો 38.75 ટકા થયો છે. મચ્છું-3 ડેમમાં 3.12 ટકા પાણીનો જથ્થો ઉમેરાતા કુલ જથ્થો 72.36 ટકા થયો છે. બંગાવડી ડેમમાં 95 ટકા પાણીનો જથ્થો ઉમેરાતા કુલ જથ્થો 100 ટકા થયો છે. ડેમી-1 ડેમમાં 7.87 ટકા પાણીનો જથ્થો ઉમેરાતા કુલ જથ્થો 36 ટકા થયો છે. ડેમી-2 ડેમમાં 5.03 ટકા પાણીનો જથ્થો ઉમેરાતા કુલ જથ્થો 31.05 ટકા થયો છે. ડેમી-3 ડેમમાં 1.77 ટકા પાણીનો જથ્થો ઉમેરાતા કુલ જથ્થો 6.77 ટકા થયો છે.

ટંકારા પંથકમાં આજરોજ મેઘરાજાની ધમાકેદાર બેટીંગના કારણે નદી નાળા છલકાઇ ગયા છે અને આજના દિવસે કુલ સવા ઇંચ વરસાદ નોંધાય ચુક્યો છે. પાણીની ભારે આવકના કારણે આજી-3 ડેમના 17 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેથી ટંકારાના ખાખરા ગામ પાસેના પુલની કિનારીએથી પાણી જતું હોવાથી ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકીને તેને મિતાણા પડધરી તરફ ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ભૂતકોટડા ગામ પાસે પુલ ઊંચો બનાવવાનું કામ ચાલતું હોવાથી તેના માટે બનાવવામાં આવેલ ડાયવર્ઝન તૂટી જતા ભુતકોટડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. અનેક લોકો સામેના કાંઠે ફસાયા હોવાથી પોતાના ઘરે જવા ચિંતાતુર છે બીજી તરફ તાલુકાના મુખ્ય અધિકારી એવા મામલતદારની કચેરીના પટાંગણમાં જ પાણી ભરાયા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ છે.

જામનગરથી ૧૪ કિલોમીટર દૂર આવેલ ખીમરાણા ગામ ઉપરવાસના ભારે વરસાદના કારણે રૂપેણ નદી ગાડી તુર બનતા ખીમરાણા ગામ હાલ સંપર્ક વિહોણું બની ગયું છે. વેધર નિ સંશથા સકયમૅટ ઍ જણાવ્યુ છે કે દેશ ના અનેક રાજ્યોમાં નેઋત્વનું ચોમાસુ ફરિ એક વખત નબળુ પડસે. જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ પડસે. જ્યારે આગામી 12 થિ 18 કલાક માં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત માં કોઇ કોઇ જગ્યા ઍ ભારે વરસાદ પડસે. ત્યારબાંદ વરસાદનુ જોર ઘટસૅ. વાદળો છવાયેલા રહેસે.

આગાહી વચ્ચે કચ્છમાં ધીમી ધારે મેઘરાજાની મહેર ચાલુ રહી છે. ખાસ કરીને પૂર્વ કચ્છના કાંઠાળ વિસ્તારમાં વરસાદની અસર વધુ રહી છે. ભચાઉ પંથકમાં આજે રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં ૬ ઇંચ વરસાદ પડી ગયો છે. તો, ગાંધીધામ અને અંજારમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. જોકે, પશ્ચિમ કચ્છના કાંઠાળ વિસ્તારમાં વરસાદની અસર ઓછી રહી છે. માત્ર મુન્દ્રામાં એક ઇંચ વરસાદ પડ્યો છે. અબડાસા, લખપત, નખત્રાણામાં સાવ ઝરમર ઝરમર વરસાદ છે. જોકે, તે વચ્ચે રાપરમાં બે ઇંચ અને ભુજમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. હજીયે સમગ્ર કચ્છ ઉપર આકાશ કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હોઈ વરસાદ ઝંખી રહેલા કચ્છ જિલ્લામાં જબરદસ્ત વરસાદી માહોલ સર્જાયો હોઈ લોકોમાં ભારે વરસાદની આશા છે.

જામનગર: જોડિયા તાલુકાનું હડિયાણા ગામ બેટમાં ફેરવાયું હતું. કંકાવટી ડેમ ઓવરફ્લો થતા હળીયાણાની હાલત કફોડી બની છે. ડેમના દરવાજા ખોલતા સ્થિતિ કફોડી બની હતી. કંકાવટી નદી ગાંડી તુર બનીને નદીના પાણી ગામમાં ઘૂસયા હતા. ઉંડ નદીના વહેણમાં બે યુવાનો તણાયા હતા. ઉંડ ડેમના 20 પાટિયા ખોલતા નદીમા ઘોડાપુર આવ્યા. જોડિયાના બે યુવાનો તણાયા ગયા. યુવકો ડૂબતા જામનગરથી ફાયર બ્રિગેડને બોલવાઈ હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post