જાણો એવું તો શું થયું કે, ખેડૂતોએ દિનરાત કરેલી મહેનતને રસ્તા પર ફેંકી દીધી – જુઓ વિડીયો

Share post

હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારીનો સતત વ્યાપ થતો જાય છે. આની સાથે જ અતિભારે વરસાદને કારણે દેશનો ખેડૂત નિરાધાર બન્યો છે. અતિભારે વરસાદને કારણે પાક ધોવાઈ જવાથી ખેડૂતોને આવાં કપરાં સમયમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. કોરોનાની મહામારીને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલ લોકડાઉનને લીધે મોટાભાગનાં ધંધા-રોજગાર ભાંગી પડ્યા છે.

જેને લીધે ઘણાં લોકોને તો નોકરી ગુમાવવાનો પણ વારો આવ્યો છે ત્યારે આવા સમયમાં કોઈપણ જાતની આવક થતી ન હોવાથી કેટલાંક લોકો ગૌશાળામાં સહાય આપી રહ્યાં હતાં. તો પણ સહાય આપતા બંધ થઈ ગયા છે. જેને લીધે ગૌશાળાનાં સંચાલકોએ હજારો ગાયોને રસ્તા પર ભટકતી મૂકી દીધી છે. આની સાથે જ હાલમાં મોદી સરકાર દ્વારા બનાવવામાં આવેલ કુલ 3 નવાં કૃષિ કાયદાને લઈ પણ સમગ્ર દેશમાં ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયામાં અવારનવાર વિવિધ ઘટનો અથવા તો બનેલ ઘટનાઓના વિડીયો સામે આવતા હોય છે.

કોઈવાર તમે એવું સાંભળ્યું છે કે, ગાજરનો મોટો ઢગલો રોડ પર જ મૂકી દેવામાં આવે! હાલમાં આવી જ એક ઘટના સામે આવી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વિડીયો લંડનનો છે. અહીં આજુબાજુના લોકોને એ વાતની પરેશાની રહેલી છે કે, આટલી મોટી સંખ્યામાં ગાજર રોડ પર શા માટે ફેંકવામાં આવ્યા છે. એક લારી આવી અને યુનિવર્સિટી કેમ્પસમાં રોડ પર ગાજર નાખીને ચાલી ગઈ.

આટલુ જ નહીં પરંતુ ત્યાં હાજર વિદ્યાર્થીઓ પણ જોતા રહી ગયાં. મળેલ જાણકારી મુજબ, આ વીડિયો ગોલ્ડ સ્મિથ યુનિવર્સિટીના કેમ્પસનો છે. આ કોલેજ યુનિવર્સિટી ઓફ લંડન હેઠળ આવે છે. આ ગાજર દ્વારા એ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે, આ કામમાં લોકોને આવક થતી નથી. આની સાથે જ આ પ્રોજેકટ ગામ તથા શહેરો વચ્ચેની ચિંતા દર્શાવે છે.

આની સાથે જ એક બાજુથી આને વિરોધ પણ કહી શકાય. જેમાં યુરોપમાં ખેડૂતો સરકારી નીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. જે આ પ્રતિકાત્મક છે. એવુ કહેવામાં આવે છે કે, ત્યારબાદ આ ગાજરને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે, યુરોપમાં બટાટા તથા ગાજર માટે આ પ્રકારના વિરોધ આંદોલન થતાં રહે છે. આ ગાજરને અહીં હટાવ્યા પછી એનિમલ ફાર્મને આપી દેવામાં આવ્યા હતા. જ્યાંથી થોડાં લોકો ગાજર ઘરે પણ લઈ ગયા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…