“આજે નહીં તો કાલે, દુનિયા એ સ્વીકારવું જ પડશે કે ગિરનારમાં ભગવાન વસે છે.”

Share post

ગિરનાર એટલે સતની ધરતી. ગુજરાતમાં આવેલું આ ગિરનાર આધ્યાત્મિક ધરતી કહેવાય છે. ગિરનારની અનેક ગુફાઓમાં સતના આરાધકો એવા સાધુ, સંતો અને અઘોરીઓ બિરાજમાન છે અને ત્યાંથી તેઓ ઈશ્વરની ભક્તિ કરે છે. આ એક એવી જગ્યા છે જ્યાં નરસિંહ મહેતાએ 52 વાર ભગવાનને બોલાવ્યાં હતાં.

દુનિયા આખી ફર્યો છું, બધા મેળાઓ જોયા છે, બધી જગ્યાઓની રૂબરૂ મુલાકાત લીધી છે પણ જૂનાગઢમાં આવ્યા બાદ જે જોઈતું હતું તે મળી ગયું, આજે નહીં તો કાલે દુનિયાને તે સ્વીકારવું જ પડશે કે ગિરનાર પર્વત ઉપર ભગવાનનો વાસ છે. અહીં પ્રભુ રહે છે તેવા એક નહીં પણ અનેક પુરાવા છે, તેઓ છેલ્લા 15 વર્ષથી ગિરનાર ઉપર રિસર્ચ કરતા ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકે જણાવ્યું છે.

ઓસ્ટ્રેલિયન સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ નેચરલ રિસોર્સ અને એન્વાયરમેન્ટ માં બાયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા ડો.જ્હોન 1998માં તેમના અન્ય એક વૈજ્ઞાનિક મિત્રો સાથે જૂનાગઢમાં શિવરાત્રિનો મેળો માણવા આવ્યા હતા. ત્યારે ડો.જ્હોનને આ પર્વત વિશે વધુ જાણવા માટે જાગયો હતો. અને પછી તેની ઉપર એક પુસ્તક લખવાની શરૂઆત કરી હતી. આજે 16 વર્ષથી તેઓ આની ઉપર રિસર્ચ કરી રહ્યા છે. અને હવે આ પુસ્તક લગભગ પૂર્ણતાને આરે છે.

ડો.જ્હોન હાલ 1 મહિનાની રજા ઉપર આવ્યા છે. તેઓ પોતાના ખર્ચે અહીં આવીને એકલા જ ફરતા હોય છે. તેમને ઓસ્ટ્રેલિયા કરતા અહીં વધુ ફાવે છે. આખો દિવસ ગીરનારના જંગલમાં ફરતા રહે છે. અને નવું નવું સંશોધન કરતા હોય છે. ઉપરાંત તેમણે રાજ્ય સરકાર પાસે પણ વિસ્તારને વધુ ડેવલપ કરવાની માંગ કરી હતી. જોકે, આશ્ચર્યની વાત તો એ છે કે, આજદિન સુધી સરકારનો એક પણ પ્રતીનિધિ આ વૈજ્ઞાનિક ને મળ્યો નથી કે મળવા માટે રસ પણ ધરાવતો નથી. આ વૈજ્ઞાનિક પોતાના ખર્ચે બધુ કરે છે. રહેવા કે જમવાની વ્યવસ્થા પણ આપણી સરકાર તેને આપી શકતી નથી. જોકે આ વાતને પણ તે હકારાત્મક લે છે.

તેમાં વિવિધ ધર્મોના સ્થળો વિશેની માહિતી પણ છે. હું અહીં ક્યારેક ગિરનારની લીલી પરિક્રમા વખતે, ક્યારેક મહાશિવરાત્રિ વખતે તો ક્યારેક ચોમાસા અને ક્યારેક ઉનાળામાં પણ આવું અને એક મહિનો રોકાઉં. હકીકતે ગિરનાર સમગ્ર બ્રહ્માંડનું ઉર્જા કેન્દ્ર છે. આ તો એક સ્વર્ગ છે. અહીં પરમ શાંતિનો અનુભવ થાય છે. અહીંની દુનિયા જ અલગ છે. તાજેતરમાં તેઓ જૂનાગઢ આવ્યા છે અને આગામી એક મહિના સુધી તેઓ અહીં ફરીને સંશોધનકાર્ય કરશે.

ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકે વધુ કહ્યું કે, સરકારી નોકરીમાંથી છૂટા થયા બાદ અહીં જૂનાગઢ આવીને વસવાટ કરવો છે. છ મહિના છ મહિના ત્યાં એમ જિંદગી વિતાવી છે. કારણકે, અહીં જે હકારાત્મક ઊર્જા મળે છે તે ક્યાંય મળતા નથી. આ વર્ષે તેમનું પુસ્તક કેવો પ્રસિદ્ધ કરી દેશે.

1998માં જ્યારે ડો.જ્હોન અને તેમના મિત્ર ગિરનાર ની મુલાકાતે આવ્યા હતા. અને બાદમાં અહીં સાધુ બની ગયા હતા. બંને ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક જુનાગઢ થી પ્રભાવિત થઈને જૂનાગઢમાં જ સાધુ બની ગયા છે. ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકને સરભંગ સ્વામી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. તેઓ 1998માં બધું છોડી સાધુ બની ગયા હતા. હાલમાં ભારતમાં કેટલા પણ મેળા થાય છે. તેઓ આવીને સાધુ તરીકેનું જીવન જીવે છે. અને બાદમાં ઓસ્ટ્રેલિયા જય ધ્યાન અને યોગ શીખવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post