દરેક સરકારી યોજનાનો લાભ લઇ નર્મદા જીલ્લાના આ ખેડૂતભાઈ કરી રહ્યા છે અઢળક કમાણી- ખેડૂતો ખાસ વાંચે…

Share post

અવારનવાર રાજ્યના કેટલાક ખેડૂતો પશુપાલનમાંથી લાખોની કમાણી કરી રહ્યાં હોય એવી જાણકારી સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. નર્મદા જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગો ન હોવાને સમગ્ર જિલ્લામાં કુલ 80% લોકો ખેતી કરીને જીવન ગુજારે છે. એમાંય ખાસ કરીને તો સરકારી યોજનાનો લાભ લઈને હાલમાં ગ્રામજનો સધ્ધર થઈ ગયાં છે.

નર્મદા જીલ્લામાં આવેલ રાજપરા ગામનાં ખેડૂત નરપતસિંહની ઓરિયાએ હાલમાં જ સરકારની કુલ 12 ગાય પશુ યોજના અંતર્ગત એક તબેલો બનાવીને દૂધમાંથી અઢળક કમાણી કરીને બીજા ખેડૂતોની માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. આમ તો ફક્ત ખેતી કરીને ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતાં બીજા ખેડૂતોની માટે નર્મદા જીલ્લામાં આવેલ રાજપરા ગામનાં પ્રગતિશીલ ખેડૂત એક પ્રેરણારૂપ છે.

તેઓ ખેતી તો કરી રહ્યાં છે પણ ખેતીની સાથે જ પશુપાલન કરીને ગાય તેમજ ભેંસો રાખીને દૂધ ઉત્પાદન દ્વારા તો આવક મેળવી રહ્યાં છે પણ આ પશુઓના મળમૂત્રમાંથી છાણીયુ ખાતર બનાવીને ખેતીમાં પણ બમણી આવક મેળવવા ઉપરાંત જમીન પણ ફળદ્રુપ રાખે છે.શરૂઆતમાં ફક્ત 6 પશુઓથી પશુપાલનની શરૂઆત કરનાર આ ખેડૂતની પાસે હાલમાં સરકારની કુલ 12 ગાય પશુ યોજના હેઠળ કુલ 50થી પણ વધારે દૂધાળા પશુ છે.

દર મહીને કુલ 1,500 લીટર દૂધનું ઉત્પાદન કરીને હાલમાં ગામમાં સારી એવી કમાણી કરી રહ્યા છે તેમજ એમની આર્થિક પરીસ્થિતિ પણ સુધરી ગઈ છે તથા અંદાજે કુલ 30 માણસોને તેઓ રોજગાર પણ આપી રહ્યાં છે. તેઓ બીજા ખેડૂતોને પણ આ દૂધ ઉત્પાદનમાં આવવા માટેની પ્રેરણા આપી રહ્યાં છે. સરકારની કુલ 12 પશુ યોજનાનો લાભ લઇને હાલમાં દર અઠવાડિયે કુલ 45,000નું દૂધ ઉત્પાદન કરતાં થયા છે.

આજે સરકારની કુલ 12 ગાય પશુ યોજના આ રાજપરા ગામનાં ખેડૂતને સધ્ધર બનાવી દીધા છે.નાના એવા ગામમાં સ્થાનિક દૂધ મંડળી આવેલી છે તથા આ દૂધ મંડળી દ્વારા દૂધ ભરૂચ મોકલવામાં આવે છે ત્યારે આ બંને દૂધ ઉત્પાદક મંડળીનાં પદાધિકારીઓ પણ આ પ્રગતિશીલ ખેડૂતનાં દૂધ ઉત્પાદનની સરાહના કરી રહ્યાં છે તેમજ પ્રગતિશીલ ખેડૂતમાંથી પ્રેરણા લઇને હાલમાં આ પ્રમાણેનું દૂધ ઉત્પાદન જીલ્લામાં વધારે થાય એવું ઈચ્છી રહ્યા છે કેમ કે, જિલ્લામાં આવેલ દૂધ ધારા ડેરીના પશુ દાણ મારફતે આ ખેડૂત પશુઓને સારા પ્રકારનું દાણ ખવડાવવામાં આવે છે.

જેને કારણે પશુઓ સારા પ્રમાણમાં દૂધ આપી રહ્યા છે, જેને કારણે સરકારની યોજનાઓની સાથે દૂધ ધારા ડેરી પણ ખેડૂતોનાં ઉથ્થાનમાં સહભાગી બની રહી છે.સરકારની યોજનાઓ ખેડૂતોની માટે કલ્યાણકારી બની રહી છે ત્યારે નર્મદા લીડ બેંક મેનેજર ગોવિંદભાઇ પ્રજાપતિ જણાવતાં કહે છે કે, જીલ્લ્લામાં સરકારની કુલ 12 દૂધાળા પશુ યોજના ખુબ જ જાણીતી બની છે. આ યોજનાની માટે ખેડૂતોને કુલ 12 દૂધાળા પશુની સાથે જ તબેલો બનાવવાં માટે મિલ્કીંગ મશીન લેવા તેમજ કટર લેવા માટે લોન મળે છે.

કુલ 5 વર્ષે નાણાં હપ્તેથી આપવાના હોવાથી ખુબ જ સારી યોજના સરકાર દ્વારા આપવામાં  આવી છે.સરકારની વિવિધ યોજનાનો લાભ લઇને હાલમાં નર્મદા આદિવાસી જિલ્લાનાં  કેટલાય ખેડૂતો સધ્ધર થઈ ગયાં છે તેમજ આ વાત નર્મદા જીલ્લાનાં ખેડૂતે સાબિત કરી બતાવ્યું છે કે, આ પ્રગતિશીલ ખેડૂતની માફક જો સરકારની કુલ 12 ગાય પશુ યોજનાના લાભ થકી પશુપાલન કરવામાં આવે તો એ નફાકારક બની રહે એ વાત ચોક્કસ કહી શકાય.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post