ભવિષ્યમાં પાણીના વહેણથી કે ભારે વરસાદથી જમીનનું ધોવાણ ના થાય એ માટે શું કરવું? – જાણો સંપૂર્ણ માહિતી

Share post

પાણીનું વહેણ તથા વરસાદથી જમીનનું ધોવાણ થવું એ ખુબ મોટી સમસ્યા છે. કેટલીક જગ્યા પર લોકો આ સમસ્યાથી પરેશાન થાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તથા એનો ઉપાય શોધી રહ્યા છો તો આજનો આ લેખ તમારી મદદ કરી શકે છે. આજે અમે વરસાદના પાણી તેમજ પાણીના વહેણથી જમીનનું ધોવાણ થતું અટકાવવા માટે શું કરી શકાય એ માટેની માહિતી લઈને આવ્યા છીએ. આજે અમે તમને જણાવીશું એવા વૃક્ષ વિષે કે, જેને ઉગાડીને તમે જમીનનું ધોવાણ અટકાવી શકો છો.

જમીનનું ધોવાણ અટકાવવા માટે જાડા થડીયાવાળા વૃક્ષ જેમ કે, પીપળો, વડ, લીમડો, ખીજડો, ઉંબરો વગેરે રોપી શકાય છે. આની સિવાય વાંસ પણ લગાવી શકાય છે. ખેતરની ફરતે વાંસની બોર્ડર બનાવી શકાય છે, એનાથી પણ જમીનનું ધોવાણ થતું અટકે છે. કેસકી અથવા તો કેતકી લગાવવાથી પણ જમીનનું ધોવાણ થતું નથી. વાડ કરવાથી પણ જીવનભર માટે આ સમસ્યા રહેતી નથી.

કેતકીના પાન તલવાર જેવા ઉપરથી સાંકડા તેમજ અણીદાર હોય છે તથા નીચે જતા પહોળા થતા જાય છે. એની કિનારી પર ઝીણા કાંટા જેવી અણી હોય છે. કેતકીના પાકટ છોડ પર કુલ 6-8 ફૂટ વાંસ જેવો સોટો નીકળતા ઉપરના ભાગે ઝૂમખામાં ફરતા કુવારપાઠાના રોપ જેવા બચ્ચા હોય છે. એને નીચે પાડીને એક કયારો કરી રોપી દેવા જોઈએ. ચોમાસામાં પાણી આપવાની જરૂર રહેતી નથી.

મહીનામાં કુલ 2 વખત પાણી આપો તો ચાલે. જેને લીધે જમીન તથા ખાસ કરીને તો શેઢાનું ધોવાણ થશે નહી. તમે શેઢા ઉપર મોજાળી અથવા તો દર્ભનું પણ વાવેતર કરી શકો છો. શ્રાવણ માસમાં વાવેતર કરવામાં આવે છે. વરસાદ થયા બાદ એના થોડા પીલા વાવો તોય ખૂબ ફેલાશે. આની સાથે જ ગમે તેવું પુર આવે તો પણ ધોવાણ થતું નથી. માત્ર 3 વર્ષમાં તો મજબૂત થઈ જશે. શેઢા ઉપર થોરનું વાવેતર કરવાંથી જમીનનું બિલકુલ ધોવાણ થતું નથી.

મહેદીનું પણ વાવેતર કરી શકાય છે, તેનાથી જમીનનું ધોવાણ થશે નહિ તથા સુગંધ પણ આવે છે. શેઢા પર થતું ધોવાણ અટકાવવા માટે દુર્વા રોપવી તેમજ જમીન ઉંચી હોય તો શેઢા પર નારિયેળ, ખજુરી વગેરેનું વાવેતર કરવું. જેના મૂળિયાં શેઢાના પાળાને બરાબર પકડી રાખશે તેમજ ધોવાણ અટકશે. આની સાથે જ ખેતરમાં શેઢા પર અરીઠા, આમળા, આમલી, કોઠી, પીલુડી, બીલા, શિકાકાઈ, લીમડો, નીલગીરી, સરગવો જેવા વૃક્ષોનું પણ વાવેતર કરી શકાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post