વરસાદમાં જમીનનું ધોવાણ અટકાવવા શેઢા પર વાવજો આ જાડવા- થશે ચમત્કાર

Share post

પાણીનાં વહેણ તેમજ વરસાદ દ્વારા જમીનનું ધોવાણ થવું એ મોટી મુશ્કેલી છે. કેટલીક જગ્યાઓ ઉપર લોકો આ મુશ્કેલીથી પરેશાન થાય છે. જો તમે લોકો પણ આ મુશ્કેલીથી પરેશાન છો, તેમજ તેનો ઉપાય શોધી રહ્યા છો, તો આજ રોજ અમે તમને એના વિશે જણાવવામાં જઈ રહયા છીએ. આજ રોજ અમે વરસાદનાં પાણી અથવા પાણીનાં વહેણથી જમીનનું ધોવાણ થતું અટકાવવા માટે શું કરી શકાય તે અંગેની જાણકારી જણાવવા જઈ રહ્યા છીએ. આજ રોજ અમે તમને જણાવીશું એવાં ઝાડ અંગે જેને ઉગાડીને તમે જમીનનું ધોવાણ અટકાવી શકો છો.

જમીનનું ધોવાણ અટકાવવા જાડા થડવાળા ઝાડ જેમ કે પીપળો, વડ, લીમડો, ખીજડો, ઉંબરો વગેરે ઝાડ રોપી શકાય છે. તે ઉપરાંત વાંસ પણ લગાવી શકાય છે. ખેતરની આજુબાજુ વાંસની બોર્ડર બનાવી શકાય છે, જેનાંથી પણ જમીનનું ધોવાણ અટકી શકે છે.

કેતકી લગાવવામાં આવે તો પણ જમીનનું ધોવાણ થતું નથી. વાડ કરવાથી પણ ધોવાણ અટકી જાય છે. કેતકીનાં પાન તલવાર જેવા ઉપરથી સાકંડા અને અણીદાર હોય છે તેમજ નીચેથી પહોળા હોય છે. તેની કિનારી ઉપર ઝીણા કાંટા જેવી અણી હોય છે.

કેતકીનાં પાકટ છોડ ઉપર 6 થી 8 ફૂટ જેટલો વાંસ જેવો સોટો નીકળતા ઉપરનાં ભાગે ઝૂમખામાં ફરતા કુવારપાઠાનાં રોપ જેવાં બચ્ચા હોય, તેને નીચે પાડીને એક કયારો કરીને રોપી દેવા. ચોમાસાની ઋતુમાં પાણી આપવાની જરૂર નહી, ત્યાર બાદ માસમાં 2 વખત પાણી આપો તો ચાલે. વરસ દિવસ થતાં જ્યાં વાડ બનાવવાની હોય તે જગ્યાએ રોપી દેવા. જમીન તેમજ શેઢાનું ધોવાણ થશે નહિ.

તમે શેઢા ઉપર મોજાળી કે દર્ભ વાવી શકો છો. એ શ્રાવણ માસમાં વાવેતર કરવામાં આવે છે. ફૂલ વરસાદ થયા બાદ એનાં થોડા પીલા વાવો તો પણ ખૂબ ફેલાશે, તેમજ ગમે તેવું પુર આવે તો પણ જમીનનું ધોવાણ થતું નથી. 3 વર્ષ જેટલા સમયમાં તો મજબૂત થઈ જશે.

શેઢા ઉપર થોર વાવવાથી જમીનનું ધોવાણ અટકે છે. મેંદી પણ વાવી શકાય, તેનાંથી જમીનનું ધોવાણ થતું નથી તેમજ સુગંધ પણ આવે.

ખેતરમાં શેઢા ઉપર અરીઠા, આમળા, આમલી, કોઠી, પીલુડી, બીલા, શિકાકાઈ, લીમડો, નીલગીરી, સરગવો જેવાં વૃક્ષો પણ વાવી શકાય છે. આ વૃક્ષોથી ધોવાણ અટકે છે.


Share post