પશુઓને હંમેશા સ્વસ્થ અને સાજા રાખવા હોય તો, આ લેખ તમારા માટે ખુબ ઉપયોગી સાબિત થશે

Share post

પ્રાચીન સમયથી ખેડૂતો પશુ આધારિત ખેતી કરવામાં આવી રહી છે. લોકો પશુપાલકો માટે પોતાના પાલતુ પશુઓ જ એમનું સાચુ પશુધન છે. ત્યારે દરેક પશુઓનું સ્વાસ્થ્ય સારું હોય તો ઉત્પાદન સારું આપી શકે છે. ઉત્પાદક અને બિન-ઉત્પાદક, નાના-મોટા બધા જ પશુઓ તંદુરસ્ત હશે તો જ તે તેમને વારસામાં મળેલા ગુણ પ્રમાણે ઉત્પાદન આપી શકશે. પશુ ને સજા વ્હાલા રાખીને આવનાર પેઠી માંથી વધુ ઉત્પાદન ક્ષમતા કેવી રીતે મેળવવી એ પણ આપણા હાથની જ વાત છે. આના માટે આપણે અલગથી કોઈ ખર્ચો કરવાની કાંઈ જ જરૂર નથી. માત્ર ને માત્ર જરૂર છે સમય પાલનની અને સાથે સાચા ઉપાયોની. તો આ રહ્યા પશુને તંદુરસ્ત રાખવા માટેના ખાસ ઉપાયો.

પશુ માટે તાજુ અને સ્વચ્છ પાણી ની વ્યવસ્થા
પશુઓના સારા સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ બાબત પશુઓને મળતું તાજુ અને સ્વચ્છ પાણી છે. પશુને આહારમાં મળતા પોષકતત્વોમાં સૌથી મહત્વનું અને અગત્યનું પોષક-તત્વ હોય તો તે છે પાણી. પશુના શરીરમાં 70% જેટલુ પાણી, સૂકા ઘાસમાં 10% જેટલું પાણી અને લીલા ઘાસચારામા 80% પાણી રહેલું હોય છે. પાણી શરીરની તંદુરસ્તી, વાતાવરણની ઠંડી-ગરમી, ખોરાકના પાચન અને દૂધ ઉત્પાદન માટે ખુબ જ મહત્વ ધરાવે છે. એક પુખ્ત પશુને દિવસ દરમિયાન 35 થી 70 લિટર જેટલુ પાણી પીવા માટે જોઈએ.

પશુ માટે પુરતો તેમજ સમતોલ આહાર
દરેક પશુઓ પોતપોતાની રીતે પોતાનો આહાર લેતા હોય છે. દરેક પશુઓને ખોરાક ખાવાની પોતાની અલગ મર્યાદા હોય છે. આપણાં ગાય-ભેસ વર્ગના પશુઓ તેના વજનના 25% જેટલો સૂકો ચારો અને 10%જેટલો લીલો ચારો ખાય શકે છે. એટલે કે, 100 કિલો વજનની વાછરડી-પાડી દિવસ દરમિયાન 2.5 કિલો સૂકુ ઘાસ અને 10 કિલો જેટલું લીલુ ઘાસ ખાય શકે છે. આનાથી જો ઓછો ખોરાક આપવામા આવે તો પશુની ભૂખ પૂરી થતી નથી અને તેની આડઅસરના રૂપમા પશુની વૃધ્ધિ પર થાય છે અને જેથી વૃદ્ધિ અટકી જાય અથવા તો મંદ ગતિએ થાય, ઉપરાંત ગાભણ થવામાં મોડુ થાય છે, પોષણના અભાવે બીમારી પણ જલ્દી આવે છે.

પશુઓ બીમાર ન પડે તેના માટે તેને પૂરતા પ્રમાણમાં સમતોલ આહાર આપવો જરૂરી છે. આવુ ના થાય માટે બધા જ પશુઓને તેમની જરૂરીયાત મુજબ નું લીલુ-સૂકું ઘાસ અને ખાણદાણ આપવાથી પશુને તંદુરસ્તી જળવાય છે અને તે યોગ્ય, પોતાની માત્રા મુજબનુ ઉત્પાદન આપી શકે છે. પુખ્ત વયની ગાય-ભેસ એકલુ 9-11 કિલો જેટલું સુકૂ અને 35-45 કિલો જેટલું લીલુ ઘાસ ખાય શકે છે. આનાથી વધારે પ્રમાણમાં આપતા ઘાસનો બગાડ થાય છે. ખાણદાણ પશુ જે દૂધ આપે તેના 50% જેટલુ આપવાની ભલામણ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post