fbpx
Sat. Jul 20th, 2019

આ TIPS કારના એસીની આવરદા અને ઠંડકમાં કરશે ફટાફટ વધારો

ગરમી શરૂ થતાંની સાથે જ લોકો ટુવ્હિલર છોડી અને કારમાં ફરવાનું શરૂ કરી દે છે. બળબળતા તાપથી બચવા માટે લોકો કારનો ઉપયોગ કરતાં હોય છે વળી કારમાં એસી હોવાથી ગરમીમાં ઠંડકની અનુભૂતિ પણ થાય છે. જો કે કાર લાંબા સમય સુધી તડકામાં પાર્ક કરેલી હોય તો તે સખત ગરમ થઈ જાય છે અને પછી ઝડપથી એસીના કુલિંગની અસર થતી નથી. આવું તમારી સાથે પણ થતું જ હશે ત્યારે ચાલો આજે જાણી લો કે ગરમીના દિવસોમાં કેવી રીતે ઓછા સમયમાં કારને ઝડપથી ઠંડી કરી શકાય.

ગરમીના દિવસોમાં કારની અંદરનું તાપમાન ઝડપથી વધી જાય છે તેના કારણે હવાનું સર્ક્યૂલેશન થતું નથી અને કારમાં ગરમ હવા ભરાઇ જાય છે. આ સમયે સૌથી પહેલા કારના કાંચને થોડા થોડા ખોલી દેવા અને પછી એસી શરૂ કરવું. ગરમ હવા દૂર થશે અને એસીની ઠંડકનો ઝડપથી અનુભવ થશે.

આ સિવાય જ્યારે કારને સ્ટાર્ટ કરો તો રિસર્ક્યૂલેશન મોડને બંધ કરી દો જેથી ગરમ હવા વેન્ટિલેશનથી બહાર નિકળી જાય, હવા ઠંડી થઇ જાય પછી રિસર્ક્યૂલેશન મોડને ફરીથી ઓન કરો. આમ કરવાથી કારમાં ઝડપથી ઠંડી હવા ફેલાશે અને એસી વધારે સારી રીતે કામ કરશે. કારમાં એસીને લો મોડમાં જ ઓન કરો અને થોડીવાર પછી જ ફેનની સ્પીડ વધારવી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…