મહાદેવનો વાસ ગણાતા ‘કૈલાશ’ પર્વતની ટોચ સુધી કોઈ પહોંચી શક્યું નથી- વિડીયો દ્વારા જાણો રહસ્યમય કારણ

Share post

તમે અત્યાર સુધી ઘણીબધી વખત સાંભળ્યું હશે કે, હજારો-લાખો વર્ષો પહેલાના લોકો પણ હાલમાં આ પૃથ્વી પર જીવિત છે. તમે એ પણ સાંભળ્યું હશે કે, કૈલાસ પર્વત (Kailash Mountain) ઉપર ભગવાન શિવનો વાસ છે. અહીં એ પણ વિચારવા જેવી વાત છે કે, દુનિયાનું સૌથી ઊંચુ શિખર  માઉન્ટ એવરેસ્ટ (Mount Everest) ને અત્યાર સુધીમાં 7000થી વધુ લોકો ફતેહ કરી ચૂક્યા છે. જેની ઊંચાઈ 8848 મીટર છે. પરંતુ આજ સુધી કૈલાશ પર્વત પર કોઈ ચઢાણ કરી શક્યું નથી. એમાં પણ તેની ઊંચાઈ તો એવરેસ્ટથી લગભગ 2000 મીટર ઓછી એટલે કે 6638 મીટર છે. આ અત્યાર સુધી રહસ્ય બની રહ્યું છે.

હવે તમે વિચારતા હશો કે, દુનિયાનું સૌથી ઊંચુ શિખર  માઉન્ટ એવરેસ્ટની ટોચ પર લોકો જઈ શકે તો કૈલાશ પર્વત ઉપર કેમ નહિ. કૈલાશ પર્વત ઉપર હજુ સુધી કોઈ ચડી શક્યું નથી તેને લઈને અનેક કહાનીઓ ફેલાયેલી છે. લોકોનું માનવું છે કે, કૈલાશ પર્વત પર ભગવાન શિવ નિવાસ કરે છે અને આથી કોઈ જીવિત વ્યક્તિ ત્યાં પહોંચી શકતો નથી. મૃત્યુ બાદ કે પછી જેણે ક્યારેય કોઈ પાપ ન કર્યું હોય તેવા જ કૈલાશ પર જઈ શકે છે. કૈલાશ પર્વત વિષે એવી પણ માન્યતા છે કે, કૈલાશ પર્વત પર થોડુ પણ ચઢો તો વ્યક્તિ દિશાહિન થઈ જાય છે. દિશા વગર ચઢાણ કરવું એ મોતને પોકારવા જેવું છે. આથી પણ કોઈ વ્યક્તિ કૈલાશ ચઢાણ કરી શક્યો નથી.

કૈલાશ પર્વત ઉપર સફર કરનાર ડોક્ટર અરસઉલ્શું

કૈલાશ પર્વત ઉપર સફર કરનાર ડોક્ટર અરસઉલ્શું પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે, કૈલાશ પર્વતની ટોચ એક માનવી દ્વારા બનાવવામાં આવી હોય તેવી છે. કૈલાશ પર્વતની ટોચ પ્રકૃતિક નથી પરંતુ કોઈ માનવી અથવા કોઈ દિવ્ય શક્તિ દ્વારા બનાવવામાં આવી છે. આ કૈલાશ પર્વતમાં કોઈ મોટું શહેર પણ હોઈ શકે છે.  કૈલાશ પર્વત ઉપર રહેવું અશક્ય છે. કારણ કે, ત્યાં શરીરના વાળ અને નખ ખુબ જ ઝડપથી વધવા લાગે છે. આ ઉપરાંત કૈલાશ પર્વત વધારે પડતો રેડિયોએક્ટિવ પણ છે. કૈલાશ પર્વતનો સ્લોપ પણ 65 ડિગ્રીથી વધુ છે. જ્યારે માઉન્ટ એવરેસ્ટનો તો 40-60 સુધીનો છે. આ સ્લોપ પણ ચઢાણ મુશ્કેલ  બનાવે છે. એક કારણ એ પણ છે કે પર્વતારોહકો એવરેસ્ટ પર તો ચડી જાય છે પરંતુ કૈલાશ પર્વત પર ચડી શકતા નથી.

શિયાના એક પર્વતારોહક સરગે સિસ્ટિયાકોવે જણાવ્યું કે, જ્યારે હું કૈલાશ પર્વતની બિલકુલ પાસે પહોંચ્યો તો મારા હ્રદયના ધબકારા વધી ગયાં. જેના પર કોઈ આજ સુધી ચડી શક્યો નથી તે પર્વતની બરાબર હું સામે છું. પરંતુ મને અચાનક નબળાઈ મહેસૂસ થવા લાગી હતી અને મનમા વિચારો આવવા લાગ્યા કે મારે અહીં રોકાવું જોઈએ નહીં. અહીંથી જતું રહેવું જોઈએ. ત્યારબાદ જેમ જેમ હું નીચે આવતો ગયો તેમ તેમ મારું મન હળવું બનતું ગયું.

કૈલાશ પર્વત ચઢવાની છેલ્લી કશિશ લગભગ 18 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2001માં કરવામાં આવી હતી. ચીને સ્પેનની એક ટીમને કૈલાશ પર્વત પર ચઢવાની મંજૂરી આપી હતી. હાલ કૈલાશ પર્વત પર ચઢાણ પૂરેપૂરું રોકી દેવામાં આવ્યું છે. કારણ કે ભારત અને તિબ્બત સહિત દુનિયાભરના લોકો માને છે કે આ પર્વત એક પવિત્ર સ્થાન છે. આથી તેના પર કોઈને ચઢાણ માટે મંજૂરી આપવી જોઈએ નહીં.

કૈલાશ પર્વત પર કરનાર બૌદ્ધ ભિક્ષુ મિલારેપા

જો કે કહે છે કે, વર્ષ 1928માં એક બૌદ્ધ ભિક્ષુ મિલારેપા એક માત્ર એવા વ્યક્તિ હતાં કે, જેઓ કૈલાશ પર્વતની તળેટીમાં જઈને તેના પર ચઢવામાં સફળ રહ્યાં હતાં. તેઓ આ પવિત્ર અને રહસ્યમયી પર્વત પર જઈને જીવતા પાછા ફરનારા દુનિયાના પહેલા વ્યક્તિ હતાં.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post