fbpx
Tue. Oct 15th, 2019

પહેલી વાર Tik Tok દ્વારા થયું સારું કામ, ત્રણ વર્ષથી ગુમ થયેલા પતિને…

ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી મોબાઇલ એપ ટીક ટોક પોતાના વિવાદાસ્પદ કન્ટેન્ટને લીધે ચર્ચામાં આવી છે. મદ્રાસ હાઈકોર્ટ તેની પર પ્રતિબંધ પણ મૂકી દીધો હતો. જો કે, પાછળથી આ પ્રતિબંધને હટાવી લેવાયો હતો.હવે tiktok નું એક સારું કામ લોકોને નજરે આવિયું છે. તમિલનાડુની એક મહિલાને ટીકટોક એ પોતાના પતિને શોધવા મા મદદ કરી છે.

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સુરેશ અને જયાપ્રદાના છ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. અને તેમના બે બાળકો પણ છે. વર્ષ 2016માં એક પારિવારિક ઝગડા બાદ સુરેશ એ ઘર છોડી દીધું હતું. અને પરિવાર ન હતો. ત્યારબાદ જયાપ્રદા એ વિલુપુરમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમજ અનુરોધ કર્યો હતો કે તેના પતિની શોધખોળ કરવામાં આવે.

હવે થોડા દિવસ અગાઉ જયાપ્રદાના એક સંબંધીએ tiktok માં એક વિડીયો નિહાળ્યો હતો. જેમાં સુરેશ જેવો ચહેરો ધરાવતો એક વ્યક્તિ એક કિન્નર સાથે જોવા મળ્યો હતો. પાછળથી તેની ઓળખાણ રોજી તરીકે થઈ હતી.

ત્યારબાદ આવ્યો જયાપ્રદા ને બતાવવામાં આવ્યો. વિડીયો જોયા બાદ તેની ખાતરી કરી હતી કે આજ તેનો પતિ છે. આ બાદ પોલીસનો ફરી સંપર્ક સાધવામાં આવ્યો હતો.પોલીસે એસોસીએશન ઓફ યુનિટી એમ્પાવરમેન્ટના લોકોને આ વિડીયો ક્લિપ બતાવીને મદદ માંગવામાં આવી હતી. આ વીડિયો જોયા બાદ એનજીઓએ સુરેશ ને શોધી કાઢ્યો હતો. પોલીસે સુરેશ ની તપાસ કરતાં માહિતી મળી હતી કે તે એક ટ્રેક્ટરની કંપનીમાં કામ કરતો હતો. ત્યારબાદ તેની રોજ એની સાથે મુલાકાત થઈ હતી. અને લગ્ન કરી લીધા હતા. પોલીસે તેની કાઉન્સેલિંગ કરીને સુરેશ ને તેના પરિવાર સાથે મેળવવામાં મદદ કરી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…