Mon. May 25th, 2020

આ રીતે ખેતી કરી રાતોરાત ખેડૂતો બની ગયા ધનવાન- કરી 70 લાખથી વધુની કમાણી

Loading...
Share post

હિમાચલપ્રદેશમાં આવેલું એક ગામ આજકાલ ઉદાહરણરૂપ બન્યું છે. શિમલાનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે અને ત્યાં ફરવા પણ ગયા હશો. બસ, ત્યાંથી 92 કિલોમીટર દૂર એક ગામ છે ત્યાંના ખેડૂતોએ ગજબ કામ કર્યું છે.

વર્ષ 2019ની વાત છે. હિમાચલપ્રદેશ રાજ્યનું મડાવગ ભારતના સૌથી ધનિક ગામમાં સામેલ હતું. કારણકે અહીંના ખેડૂતોએ સફરજનની ઉત્તમ ખેતી કરી. વર્ષે લગભગ 7 લાખ પેટી સફરજનનું ઉત્પાદન કર્યું. સફરજનના અઢળક પાકે અહીના ખેડૂતોને અમીર બનાવી દીધા. આ ગામમાં કોઈ ઉદ્યોગપતિ નથી કે નથી કોઈ વિખ્યાત કંપનીઓમાં કામ કરતાં લોકો નથી. તેમ છતાં અહીંના દરેક પરિવારની વાર્ષિક આવક 70-75 લાખ રૂપિયા છે.

Loading...

મડાવગના ખેડૂતોએ ઉત્તમ ગુણવત્તાના સફરજનનું ઉત્પાદન કર્યું હતું. અહીં સફરજનની વિવિધ પ્રજાતિઓ જેમ કે રોયલ એપ્પલ, રેડ ગોલ્ડ, ગેલ ગાલા જેવા બેસ્ટ ક્વોલિટીના સફરજન ઉગાડવામાં આવે છે. 1989 સુધી આ ગામમાં સફરજનની ખેતી કોઈ કરતુ ન હતું. 1990માં એક ખેડૂતે પ્રયોગ કર્યો અને તે સફળ રહ્યો. ત્યારબાદથી તેનું અનુસરણ ગામના અન્ય લોકો સફરજનની ખેતી કરવા લાગ્યા.

મડાવગના સફરજનોની આકારમાં ખૂબ મોટા હોય છે. અહીંના સફરજનો એટલી સારી ગુણવત્તાના હોય છે કે તે લાંબા સમય સુધી બગડતાં નથી. સ્થાનિકો પોતાના બાળકોની જેમ સફરજનના બગીચાઓનો ઉછેર કરે છે. ઘણીવાર કરા પડે છે. બરફ પણ ખૂબ પડે છે. ત્યારે ખેડૂતો સફરજનના ઝાડ પર નેટ લગાવી દે છે. આખી રાત જાગીને તેની રખેવાળી કરે છે. ઈન્ટરનેટના કારણે પણ અહીંના ખેડૂતોને ઘણો ફાયદો થયો છે. સફરજનની બજાર કિંમત તેઓ આંગળીના ટેરવે જાણી લે છે. ત્યારબાદ યોગ્ય ભાવે પોતાનો પાક વેચે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……

Loading...
Loading...