લાખોની નોકરીને ઠોકર મારી ત્રણ મિત્રોએ મળી શૂન્ય બજેટથી શરુ કરી કંપની, હાલમાં છે કરોડોનું ટર્નઓવર

Share post

ઓશાંક, હર્ષિત તેમજ મોહિત. આ વાત છે એવાં કુલ 3 મિત્રોની કે, જેઓ પોતપોતાની સારી એવી નોકરીથી કટાળી ગયેલ જીવનમાં કંઈક અલગ કરવા માંગતાં હતાં.વર્ષ 2014 પહેલાં આ ત્રણેય મિત્રો એકબીજાને ઓળખતા પણ ન હતા. ત્રણેય મિત્માંરો એક વસ્તુ કોમન હતી અને એ હતુ પોતાના કામથી કંટાળી જતા તો બધું જ છોડીને થોડાં દિવસો માટે ટ્રેકિંગ પર નીકળી જતા હતાં.

ત્યારપછી રિફ્રેશ થઈને પોતાના રૂટીનમાં પાછાં ફરતા હતા. ટ્રેકિંગના આ પેશનને લીધે જ વર્ષ 2017માં આ ત્રણેય મળ્યા. ત્યારબાદ તેઓમાં મિત્રતા થઈ તેમજ ભેગા મળીને એક સ્ટાર્ટઅપ ‘ટ્રેકમંક’ની શરૂઆત કરી. છેલ્લાં ફાયનાન્સિયલ યરમાં એમની કંપનીનું ટર્નઓવર 1 કરોડ સુધી પહોચી ગયું છે. જ્યારે અમે આ મિત્રોની સાથે વાત કરી તો એ સમયે હર્ષિત તથા મોહિત ગ્રુપ્સની સાથે ટ્રેક પર હતા. પોતાની દિલ્હી બેઝ્ડ ઓફિસથી મેનેજમેન્ટ સંભાળી રહ્યાં હતા. આ વાતચીતમાં ઓશાંકે ટ્રેકમંક કઈ રીતે શરૂઆત થઈ એ અંગેની તમામ વાતો અમારી સાથે શેર કરી હતી.

ત્રણેય મિત્રો : એક ઈન્વેસ્ટમેન્ટ બેંકર, બીજો IIT ગ્રેજ્યુએટ તથા ત્રીજો માઉન્ટેનર :
માત્ર 32 વર્ષના ઓશાંક વ્યવસાયે ઈન્વેસ્ટમેન્ટ બેંકર હતા. વર્ષ 2014માં કામના ભારણથી કંટાળીને પોતાની બેગ પેક કરીને કોલકતા જવા માટે નીકળી ગયો. માત્ર 28 વર્ષીય મોહિત IIT ખડગપુરથી એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ થયેલ છે પણ એને હંમેશા એવું જ લાગતું હતું કે, જે તે કરવા માગે છે, તે કરી શકતો નથી. આ જ કારણ હતું કે, એને 6 મહિનાની અંદર કુલ 3 નોકરીઓ બદલી નાંખી.

માત્ર 28 વર્ષીય હર્ષિતે 19 વર્ષની ઉંમરમાં જ એકલા ફરવાની શરૂઆત કરી હતી, કેરળમાં એક બાઈક અકસ્માતમાં તેના પગના બે હાડકાં તૂટી ગયા હતા. વર્ષ બાદ ડોકટરે જણાવ્યું કે, તેઓ ક્યારેય પહેલાંની જેમ ચાલી શકશે નહી પણ હર્ષિતે પોતાની ઈચ્છાશક્તિની સામે ડોકટરની વાતને ખોટી સાબિત કરી બતાવીને લદ્દાખમાં સ્ટોક કાંગડી પર એકલાપંડે ટ્રેક કર્યું.

ઋષિકેશમાં નોકરી ઇન્ટરવ્યૂમાં ત્રણેયની મુલાકાત થઈ:
વર્ષ 2016માં આ ત્રણેય મિત્રો ઋષિકેશ બેઝ્ડ એક ટ્રાવેલ ઓર્ગેનાઈઝેશનમાં ટ્રેક લીડરની નોકરી માટે ઇન્ટરવ્યૂ દેવા માટે આવ્યા હતા, આ દરમિયાન તેઓ એક બીજાને મળ્યા. નોકરી વખતે ત્રણેયએ નોટિસ કર્યું કે, આ કંપનીમાં કેટલીક ખામીઓ છે કે, જેને તેઓ યોગ્ય કરી શકે છે. આ વિશે તેઓએ હાયર ઓથોરિટીની સાથે પણ વાતચીત કરી પણ તેઓએ એમની વાતોને અવગણી દીધી.

ઓશાંક કહે છે કે, જ્યારે હર્ષિત તથા મેં નોકરી છોડવાનો નિર્ણય કર્યો હતો એ સમયે મોહિત કંપનીમાં જ હતો. અમે તે કંપનીના વર્ક કલ્ચરથી ખુશ ન હતા તેથી અમે અમારી બાઈક લઈને વલસાડથી કન્યાકુમારી બાજુ હર્ષિતના હોમટાઉન જવા માટે નીકળી ગયા હતાં. આ 1 મહિનાની યાત્રા કરતી વખતે બંનેએ પોતાના પેશનને પૂર્ણ કરતા રૂપિયા કમાવવાનો પ્લાન પણ બનાવ્યો હતો.

આ દરમિયાન તેઓને ‘ટ્રેકમંક’નો આઈડિયા આવ્યો. આ જર્ની વખતે તેઓ કેટલાંક લોકોને મળ્યા તેમજ લોકોને જણાવવાનું શરૂ કર્યું કે, ટૂંક સમયમાં જ તેઓ એક ટ્રેકિંગ કંપની શરૂ કરવા માટે જઈ રહ્યાં છે. જે બધાં પ્રકારના ગ્રુપ્સ માટે ઓફબીટ ટ્રેક ઓર્ગેનાઈઝ કરશે. નવેમ્બર વર્ષ 2016માં દિલ્હીથી પાછાં ફર્યા પછી તેઓએ પોતાના સ્ટાર્ટઅપનું રજીસ્ટ્રેશન કરાવીને મોહિત પણ ઋષીકેશ બેઝ્ડ ટૂર એજન્સીની નોકરી છોડીને એના મિત્રોની સાથે જોડાઈ ગયો હતો.

અમારા ટ્રેકમંકમાં ઝીરો ઈન્વેસ્ટમેન્ટ હતું:
ઓશાંક જણાવતાં કહે છે કે, શરૂઆતમાં અમને કંઈ જ મળતું ન હતું. અમે ફ્રી ઓફ કોસ્ટ કામ કરતા હતા. અમે માત્ર રી-ઈન્વેસ્ટ કરી રહ્યાં હતા. ટ્રેકમંકની શરૂઆત કરવામાં અમારું ઈન્વેસ્ટમેન્ટ શૂન્ય હતું. અમે અમારા પહેલા ગ્રુપને 6 જાન્યુઆરી વર્ષ 2017નાં રોજ ચાદર ટ્રેક પર લઈ ગયા હતા. જેમાં પહેલી બેચમાં કુલ 6 લોકો હતા, બીજી બેચમાં કુલ 9 લોકો તેમજ ત્રીજી બેચમાં કુલ 10 લોકો હતા. અમે એક ટ્રેકથી શરૂઆત કરીને હાલમાં 100થી વધારે ઓફબીટ ટ્રેક કરાવીએ છીએ.

ઓશાંક જણાવે છે કે,’સર્વિસ વિભાગમાં હંમેશા પ્રોફિટ માર્જિન રહે છે. અમારા ટ્રેક પેકેજમાં અંદાજે 30% નું માર્જિન રહે છે તેમજ આ પૈસા અમારા ખીસ્સામાં જ જાય છે. અમે આ પૈસાથી ઈક્વિપમેન્, ટેન્ટ્સ વગેરે જેવી વસ્તુઓની ખરીદી કરીએ છીએ, કોઈપણ ટ્રેકમાં અમને ક્યારેય પણ નુકસાન થતું નથી, હંમેશા અમારા પ્રોફિટને બિઝનેસમાં લગાડતા રહ્યાં.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post