આ ગુજરાતીએ છેલ્લા 1 વર્ષમાં 1.10 લાખ કિમી ફરી શહીદોના પરિવારને કરી લાખો રૂપિયાની મદદ

Share post

એક વર્ષ પહેલા જમ્મુ કશ્મીરના પુલવામામાં ભારતીય સેનાના જવાનો પર થયેલા આતંકી હુમલાની ઘટના આજે પણ ભારતીય ભૂલી નથી શક્યા. આ ઘટનામાં ભારતના 40 જવાનો શહીદ થયા હતા. આ ઘટનાને પગલે દેશના લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. આ ઘટનામાં કેટલી માએ તેનો દીકરો ગુમાવ્યો હશે, કેટલી પત્નીએ તેનો પતિ ગુમાવ્યો હશે, કેટલા બાળકોએ તેના પિતા ગુમાવ્યા હશે. આ ઘટનાને આવનારા વર્ષો સુધી યાદ રાખશે.

અત્રે વાત કરીએ તો અહિયાં વિવિધ રાજ્યોમાં શહીદ જવાનોના પરિવારજનોને મદદરૂપ થવા માટે લોકોએ દાનની સરવાણી પણ વહાવી હતી, ત્યારે ગુજરાતના મોરબી જીલ્લાના એક ઉદ્યોગપતિએ લોકોની પાસેથી દાન એકઠું કરીને શહીદ જવાનોના પરિવારને ઘરે-ઘરે જઈને હાથો-હાથ આર્થિક મદદ આપી રહ્યો છે. આ ઉદ્યોગપતિએ અત્યાર સુધીમાં 1.10 લાખ કિલોમીટરનો પ્રવાસ કરી ચુક્યા છે અને શહીદ જવાનોના પરિવારજનોને 58 લાખ રૂપિયાની સહાય પહોંચાડી દીધી છે.

એક રિપોર્ટ મુજબ મોરબીના ઉદ્યોગપતિ અજય લોરિયાએ પુલવામામાં શહીદ થયેલા સૈનિકોના પરિવારજનોને આર્થિક મદદ કરવા માટે તેમના મિત્રોની સાથે મળીને લાખો રૂપિયાનું દાન ભેગું કર્યું હતું. પૈસાનું દાન એકઠું કરીને અજય લોરિયાએ દરેક શહીદ જવાનના પરીવારજનોને આર્થિક મદદ હાથોહાથ કરવાનો વિચાર કર્યો હતો.

તેથી તેને પોતાની ટીમ સાથે 1.10 લાખ કિલોમીટરનો પ્રવાસ કરીને શહીદોના પરિવારજનોને 58 લાખ રૂપિયા જેટલી મોટી સહાય પૂરી પાડી છે અને હજુ પણ 17 લાખ રૂપિયાની સહાય આપવાનું બાકી છે. આગામી દિવસોમાં અજય લોરિયા કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશના શહીદ સૈનિકના પરિવારજનોના ઘરે જઈને હાથો-હાથ આર્થિક સહાય આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશની રક્ષાને માટે શહીદ થતા સૈનિકોના પરિવારજનોને પરિવારનું ગુજરાન ચલાવવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવાનો વારો છે. એવામાં મોરબીના આ ઉદ્યોગપતિના કારણે શહીદોના પરિવારજનોને પરિવારનું ભરણપોષણ કરવામાં થોડી મદદ મળશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post