ફક્ત એક એકરમાં 6 પ્રકારની તુલસીની ખેતીમાંથી આ યુવાન ખેડૂતભાઈ કરી રહ્યા છે મબલખ કમાણી

Share post

દેશના ખેડૂતો વિવિધ પાક તેમજ ફળોની ખેતી કરીને બમણી કમાણી કરી રહ્યા છે. સોશીયલ મીડિયામાં અવારનવાર ખેડૂતોને કેટલીક જાણકારીઓ સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. જ્યાં પરંપરાગત રીતે ખેતી કરવામાં આવતી નથી. માત્ર 1 એકરમાં કુલ 6 પ્રકારની તુલસીની ખેતી કરવામાં આવે છે.

તુલસીનો અર્ક કાઢવા માટે કારખાનું પણ ખેડૂતે પોતાના ઘરમાં જ શરુ કરી દીધું હતું. ઓર્ડર મળતાની સાથે જ સમગ્ર દેશમાં તુલસીનો અર્ક મોકલવામાં આવે છે. આટલું જ નહિ ખેડૂતોએ જાતે પેકિંગ કરીને માર્કેટમાં પણ ઉતારી દીધું છે. ગામડામાં ખેડૂતની ઓળખાણ જડીબુટીવાળાના રૂપમાં થઇ ગઈ છે. ઘણીવાર ઘરની બહાર નીકળતા જ ખેડૂતો પર ઘણી જાતના પ્રશ્નો પૂછવામાં આવતાં હોય છે, જેના એ સહજતાથી ઉત્તર પણ આપી દેતા હોય છે.

આવા જ ખેડૂત છે યમુનાનગર જિલ્લામાં આવેલ દામલા ગામનાં રહેવાસી ધર્મવીર કાંબોજ. હવે એમના દીકરા પ્રિન્સે દવાના છોડમાંથી બનતા ઉત્પાદનનાં વેચાણની જવાબદારી સંભાળી લીધી છે. યુવાન ખેડૂતનું જણાવવું છે કે, આપણે પરંપરાંગત ઉત્પાદનને બદલે દવાની ખેતી કરવી જોઈએ. જે ખેડૂતો આ રીતે ખેતી કરે છે એમનો નફો અન્ય ખેડૂતો કરતા પણ ખુબ વધુ હોય છે.

નાની-મોટી કંપનીઓ આવીને આ તુલસીની ખેતી કરતા ખેડૂત પાસેથી તુલસી લઈ જાય છે. પ્રિન્સ કાંબોજના જણાવ્યા પ્રમાણે તેઓ તુલસીની ચા પણ બનાવે છે. જે ડેન્ગ્યુનાં રોગ માટે ખુબ લાભદાયક માનવામાં આવે છે. આ એન્ટિબાયોટિક છે તેમજ ઇન્ફેકશનને અટકાવે છે. નાના બાળકોને પણ આપણે આપી શકીએ છીએ. હર્બલની સાથે જ ઘણા ફાયદા પણ થાય છે.

એલોવેરા, સ્ટીવિયા તથા અશ્વગંધા પણ ઉગાડ્યા :
ધર્મવીર કાંબોજે એલોવેરા, સ્ટીવિયા, અશ્વગંધાની પણ ખેતી કરી રહ્યાં છે. ગિલાઈનો રસ, એલોવેરાનું જ્યુસ, એલોવેરાનું જેલ, એલોવેરાનું શેમ્પુ, જાંબુ, કેરી પર શોધ ચાલી રહી છે. જાબુ, કેરીને ડી-ફ્રિઝર કરીને સંપૂર્ણ વર્ષ દરમિયાન માર્કેટમાં વેચાણ કરવાની યોજના રહેલી છે.

તુલસીના છોડના પ્રકાર :
કપૂર તુલસી, લેમન તુલસી, વન તુલસી, મરવા તુલસી, કાળી તુલસી, શ્યામ તુલસીના છોડ અંદાજે 1 એકર માં ઉગાડવામાં આવ્યા છે. ગયા વર્ષે ખેતરોમાં મશીન લગાવ્યા ગયા હતા. એના બીજ નૌની વિશ્વવિદ્યાલયમાંથી લાવવામાં આવ્યાં હતા. એના અર્ક મલ્ટીપર્પઝ મશીનમાંથી કાઢવામાં આવે છે. કુલ 800 લીટર સુધીનું ખુલ્લું વેચાય જાય છે. સાઉદી આરબથી પણ શેખ પણ ખેતરની મુલાકાત લેવા માટે આવી ગયા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post